મહારાષ્ટ્ર સરકારે માની ખેડૂતોની બધી માંગ, જાણો શું હતો મામલો

મહારાષ્ટ્ર સરકારે માની ખેડૂતોની બધી માંગ, જાણો શું હતો મામલો

મહારાષ્ટ્ર વિધાન ભવનમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ખેડૂતો વચ્ચે વાર્તાલાપ સંપન્ન થઈ ગયો છે. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોની તમામ માગણી માની લીધી છે. સરકારે કોઈપણ શરત વિના લેખિતમાં બધી માગણીઓ માની લીધી છે. વાર્તાલાપ બાદ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ આઝાદ મેદાનમાં એકઠા થયેલ ખેડૂતો પાસે પહોંચ્યું અને સીએમ સાથે કયા મુદ્દાઓ પર વાતચીત થઈ તે અંગે જણાવ્યું. સરકાર તરફથી ખેડૂતોનું શું-શું આશ્વાસન આપવામાં આવ્યું તે પણ પ્રતિનિધિમંડળે જણાવ્યું.

આઝાદ મેદાને પહોંચી ગયા હતા ખેડૂતો

આઝાદ મેદાને પહોંચી ગયા હતા ખેડૂતો

અગાઉ મહારાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી મુંબઈના આઝાદ મેદાન પહોંચેલા ખેડૂતોનું પ્રતિનિધિમંડળ રાજ્યના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરવા માટે વિધાનભવનની બહાર એકઠા થયા છે. એમની સાથે મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજન પણ હાજર છે. ખેડૂતોની માગણી છે કે સરકાર તેમને લેખિતમાં આશ્વાસન આપે ત્યારે જ તેઓ પરત ફરશે. બીજી બાજુ ગિરીશ મહાજને કહ્યું કે આદિવાસી જમીનને લઈને ખેડૂતોની વચ્ચે કેટલીક ગેરસમજણ છે જેને જલદીથી દૂર કરવામાં આવે. એમણે કહ્યું કે હવે ખેડૂતોએ ધરણા પર બેસવાની કોઈ જરૂરત નથી.

મુખ્યમંત્રી સાથે થઈ વાતચીત

મુખ્યમંત્રી સાથે થઈ વાતચીત

જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ખેડૂતો ફરી વાર પોતાની માગણીઓને લઈને 2 દિવસીય પ્રદર્શન અંતર્ગત ગુરુવારે સવારે 11 વાગ્યે મુંબઈના આઝાદ મેદાન પહોંચી ગયા હતા. ખેડૂતો અને આદિવાસી લોક સંઘર્ષ સમિતિના બેનર હેઠળ હજારો ખેડૂતો પોતાની માગણીઓને લઈને પ્રદર્શન કરતા સવારે 4.30 વાગ્યે ચૂનાભટ્ટીના સોમૈયા મેદાનથી મુંબઈના આઝાદ મેટાન માટે રવાના થયા. લોક સંઘર્ષ મોરચાની આગેવાનીમાં ખેડૂતો પહેલા દાદર પહોંચ્યા અને બાદમાં આઝાદ મેદાન પહોંચ્યા હતા. પોતાની માગણીને લઈને ખેડતોએ બુધવારે ઠાણેમાં પ્રદર્શન પણ કર્યું હતું.

અબૂ આઝમી પહોંચ્યા આઝાદ મેદાન

અબૂ આઝમી પહોંચ્યા આઝાદ મેદાન

અગાઉ સમાજવાદી પાર્ટીના નેતા અબૂ આઝમી અને વિપક્ષના નેતા આર વિકે પાટિલ પણ આઝાદ મેદાન પહોંચ્યા. ઉપરાંત મંત્રી ગિરીશ મહાજણ પણ અહીં પહોંચ્યા હતા. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂતોના પ્રતિનિધિમંડળને વાતચીત માટે બોલાવ્યું હતું, પરંતુ બપોરના બે વાગ્યા સુધી આ વાતચીત થઈ શકી નહોતી. અગાઉ આ વર્ષે જ માર્ચમાં આવું જ મોટું પ્રદર્શન થયું હતું જ્યારે 25 હજાર ખેડૂતો મુંબઈ આવ્યા હતા.

ભારે સુરક્ષા વ્યવસ્થા

ભારે સુરક્ષા વ્યવસ્થા

મોરચામાં પુરુષ અને મહિલાઓ ઉપરાંત બાળકો અને વૃદધો પણ સામેલ હતા. પ્રદર્શનકારી સરકાર વિરુદ્ધ નારેબાજી કરતા આઝાદ મેદાન તરફ વધી રહ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસના અધિકારીઓ પણ ખુદ હાજર રહ્યા હતા. ખેડૂત આગેવાન અને લોકસંઘર્ષ મોરચાના સંચાલક પ્રતિભા શિંદેએ કહ્યું હતું કે જો સરકારે અમારી વાત ન માની તો ધરણા કરશું અને જરૂરત પડ્યે જેલ ભરો આંદોલન પણ કરીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X