For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભંડારાઃ 10 બાળકોના મોત મામલે CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ, 5 લાખના વળતરનુ એલાન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભંડારામાં 10 બાળકોના મોત મામલે તપાસના આદેશ આપી દીધા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Fire incident at Bhandara District General Hospital in Maharashtra: મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એ વખતે હડકંપ મચી ગયો જ્યારે શનિવારે મોડી રાતે સરકારી હોસ્પિટલમાં આગ લાગવાથી 10 નવજાત બાળકોના મોત થઈ ગયા. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ આગ હોસ્પિટલના વિશેષ નવજાત કેર યુનિટમાં લાગી છે અને 10 બાળકો આ આગની ચપેટમાં આવી ગયા છે. હોસ્પિટલના એક ડૉક્ટરના જણાવ્યા મુજબ મૃતક બધા બાળકોની ઉંમર એકથી ત્રણ મહિના વચ્ચે હતી. આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપી દીધા છે. વળી, પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે દોષિતોને કડકમાં કડક સજાની માંગ કરી છે.

cm uddhhav

આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે. વળી, મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આ ઘટનામાં મૃતક બાળકોના પરિવારજનો માટે 5-5 લાખ રૂપિયાના વળતરનુ એલા કર્યુ છે. હોસ્પિટલમાં દૂર્ઘટનાના સમાચાર મળ્યા બાદ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ આરોગ્ય મંત્રી રાજેશ ટોપે, જિલ્લા કલેક્ટર અને એસપી પાસેથી આખો રિપોર્ટ લીધો અને ઘટનાની તપાસના આદેશ આપ્યા.

દેવેન્દ્ર ફડણવીસે કરી કડક સજાની માંગ

જિલ્લાના કલેક્ટર સંદીપ કદમે જણાવ્યુ કે જિલ્લા હોસ્પિટલમાં મોડી રાતે લગભગ 2 વાગે આ આગ લાગી અને 10 નવજાત બાળકોના મોત થઈ ગયા. વિશેષ નવજાત કેર યુનિટમાં 17 બાળકો હતા જેમાંથી 7 બાળકોને હોસ્પટલના સ્ટાફે બચાવી લીધા. સંદીપ કદમે જણાવ્યુ કે હોસ્પિટલમાં આ આગ કેમ લાગી તે અંગે ટેકનિકલ કમિટી તપાસ કરશે. વળી, આ ઘટના અંગે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે દોષિતો માટે કડકમાં કડક સજાની માંગ કરી છે. તેમણે કહ્યુ કે, 'હું ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ કરુ છુ. મે સરકારને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પણ કહ્યુ છે.'

કોંગ્રેસ નેતા માધવસિંહ સોલંકીની સમગ્ર રાજકીય સફર વિશે જાણોકોંગ્રેસ નેતા માધવસિંહ સોલંકીની સમગ્ર રાજકીય સફર વિશે જાણો

English summary
Maharashtra hospital fire incident Uddhav Thackeray Devendra Fadnavis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X