મહારાષ્ટ્રમાં કોઈની પણ નથી બની રહી વાત, હવે લાગુ થઈ શકે છે રાષ્ટ્રપતિ શાસન
મહારાષ્ટ્રમાં હજુ સુધી કોઈની સરકાર નથી બની. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિવસેના બંને જ સરકર બનાવવા માટે બહુમત સાબિત કરી શકી નથી. એવામાં બંધારણ વિશેષજ્ઞોને લાગી રહ્યુ છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે. ભાજપને હાલમાં જ વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ 105 સીટો મળી હતી.

સમયસીમા વધારવાનો સ્પષ્ટ ઈનકાર
રવિવારે અચાનક ભાજપે સરકાર બનાવવાનો ઈનકાર કરી દીધો. ત્યારબાદ 56 સીટો મેળવનાર શિવસેનાએ સરકાર બનાવવાનુ આમંત્રણ આપ્યુ. ત્યારબાદ શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસનુ સમર્થન મેળવવા માટે રાજ્યપાલને સમયસીમા વધારવા કહ્યુ. પરંતુ રાજ્યપાલે સમયસીમા વધારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો અને એનસીપીને સરકાર બનાવવાનુ આમંત્રણ આપ્યુ.

ભાજપને 17થી વધુ દિવસનો સમય મળ્યો
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે રાજ્યપાલે બધી પાર્ટીઓને સરકાર બનાવવાનો મોકો આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુપ્રીમ કોર્ટના એક સેવાનિવૃત્ત જજનુ કહેવુ છે, ‘ચૂંટણી પરિણામો આવ્યા બાદ ભાજપને 17 વધુ દિવસનો સમય મળ્યો જ્યારે શિવસેનાને 24 કલાકની અંદર બહુમત સાબિત કરવા માટે કહેવામાં આવ્યુ. બધા રાજકીય પક્ષોને સમાન આપવામાં આવવો જોઈએ. એસઆર બોમ્બઈ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આ વશે બહુ સ્પષ્ટ હતો.'
આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદા બાદ શું કાશી-મથુરા વિવાદ પહોંચશે કોર્ટ? SCએ આપ્યો આ જવાબ

શિવસેના પણ મળ્યો છે પૂરતો સમય
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામ 24 ઓક્ટોબરના રોજ જાહેર થયા હતા અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજપને 9 નવેમ્બરે સરકાર બનાવવા ટે આમંત્રિત કર્યા હતા. એક અન્ય વિશેષજ્ઞોનુ કહેવુ છે, પરિણામોના 16 દિવસો સુધી રાહ જોયા બાદ શિવસેનાને માત્ર 24 કલાક આપવાનુ કોઈ કારણ નહોતુ. એનસીપી અને કોંગ્રસને પણ દાવા માટે યોગ્ય સમય આપવો જોઈએ. જ્યારે એક અન્ય વિશેષજ્ઞોનુ કહેવુ છે, ‘છેલ્લા બે-ત્રણ દિવસોમાં થયેલ ઘટનાક્રમોથી નિષ્કર્ષ કાઢવામાં આવી રહ્યુ છે કે શિવસેનાને અન્ય બે દળોનુ સમર્થન મળ્યુ નથી. એ કહેવુ યોગ્ય નહિ રહે કે સેનાને માત્ર એક દિવસ મળ્યો. તેમનો સમયપણ પરિણામોની ઘોષણાના દિવસથી શરૂ થઈ ગયો અને કોઈએ પણ તેમને સમર્થન મેળવવાથી અટકાવી રાખ્યા નહોતા.'

રાષ્ટ્રપતિ શાસન લાગુ હોવા પર શું થાય છે
જો મહારાષ્ટ્રમાં ઈમરજન્સી લાગુ થઈ જાય તો રાજ્યની કાર્યપાલિકા શક્તિ રાષ્ટ્રપતિના હાથોમાં આવી જશે. રાજ્ય વિધાનસભાના બધા કાર્ય સંસદ જોશે. રાષ્ટ્રપતિ શાસનનો સમય છ મહિના કે પછી એક વર્ષ હોય છે. જો રાષ્ટ્રપતિ શાસનને એક વર્ષ પૂરુ થવા પર પણ આગળ વધવાનુ હોય છે તો આના માટે ચૂંટણી પંચની અનુમતિ લેવાની હોય છે. ચૂંટણી પંચ જો સંમતિ આપે તો રાષ્ટ્રપતિ શાસન ત્રણ વર્ષના સમયથી વધુ લગાવી ન શકાય. જો કે આ દરમિયાન પણ રાજ્યપાલ રાજકીય પાર્ટીઓને બહુમત સાબિત કરવા માટે આમંત્રણ આપી શકાય છે.