For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના 9 રાજ્યો પૂરથી ત્રાહિમામ, 221 લોકોના મોત, આજે પણ એલર્ટ અપાયુ

એક વાર ફરીથી કેરળ પર કુદરતનો કહેર ખૂબ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અહીં મોતનો આંકડો 72 ઉપર પહોંચી ગયો છે જ્યારે 58 લોકો ગાયબ છે.

|
Google Oneindia Gujarati News

એક વાર ફરીથી કેરળ પર કુદરતનો કહેર ખૂબ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અહીં મોતનો આંકડો 72 ઉપર પહોંચી ગયો છે જ્યારે 58 લોકો ગાયબ છે. મલપ્પુરમાં ભૂસ્ખલનથી અત્યાર સુધી 11 લોકોના શબ કાઢવામાં આવી ચૂક્યા છે. કેરળમાં વાયનાડ પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. આજે પણ અહીં ભારે વરસાદનું એલર્ટ ચાલુ છે. એર્નાકુલમ, ત્રિશૂર, પઠાનમથિટ્ટા, મલપ્પુર જિલ્લા બહુ ખરાબ રીતે પ્રભાવિત છે. વરસાદના કારણે ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયુ છે અને દૈનિક જીવન પ્રભાવિત થયુ છે. મલપ્પુર અને કોઝીકોડને જોડતા મુખ્ય રસ્તા પાણી ભરાઈ જવાને કારણે બંધ છે. વાયનાડ જિલ્લામાં પૂરથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ કેરળમાં પૂરે ખૂબ વિનાશ વેર્યો હતો.

દેશના નવ રાજ્ય પૂરની ચપેટમાં...

દેશના નવ રાજ્ય પૂરની ચપેટમાં...

તમને જણાવી દઈએ કે દેશના લગભગ નવ રાજ્ય પૂરની ચપેટમાં છે. કેરણથી કર્ણાટક સુધી અને ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી કુદરતે કોહરામ મચાવી રાખ્યો છે. સતત થઈ રહેલા વરસાદના કારણે દેશના નવ રાજ્યોમાં પૂરથી અત્યાર સુધી 221 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, સેંકડો લોકો ગાયબ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે પોતાના સંસદીય ક્ષેત્ર કેરળના વાયનાડ પહોંચ્યા અને પૂર પ્રભાવિત લોકો માટે દરેક સંભવ મદદ આપવાનુ વચન આપ્યુ.

અમિત શાહે કર્યો કર્ણાટકનો હવાઈ પ્રવાસ

અમિત શાહે કર્યો કર્ણાટકનો હવાઈ પ્રવાસ

કર્ણાટકમાં પણ મોતનો આંકડો 40 સુધી પહોંચી ગયો છે. બેલગાવીમાં પૂરથી સૌથી વધુ વિનાશ થયો છે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકના બેલગાવી જિલ્લામાં પહોંચી ગયા જ્યાં તેમણે પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યુ. આ દરમિયાન તેમની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી બીએશ યેદિયુરપ્પા સહિત ઘણા નેતા અને મંત્રી હાજર રહ્યા. કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ શનિવારે કેન્દ્ર સરકારને ઉત્તર પશ્ચિમ અને તટીય ક્ષેત્રોમાં રાજ્યમાં 14 પૂર પ્રભાવિત જિલ્લાઓમાં રાહત કાર્યો માટે 3000 કરોડની રકમની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ દેશભરમાં ધામધૂમથી મનાવાઈ રહી છે બકરી ઈદ, જાણો આ ખાસ દિવસનું મહત્વઆ પણ વાંચોઃ દેશભરમાં ધામધૂમથી મનાવાઈ રહી છે બકરી ઈદ, જાણો આ ખાસ દિવસનું મહત્વ

મહારાષ્ટ્રમાં પણ હાલત ગંભીર

મહારાષ્ટ્રમા પણ હાલત ગંભીર છે અહીંના 761 ગામ પૂરથી જળમગ્ન થી ગયા છે. પૂરના કારણે 200 કારણે રોડ અને 90 બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્યમાં 226 નૌકાઓ અને 105 રેસ્ક્યુ ટીમને લગાવવામાં આવી છે. અત્યાર સુધી પાંચ લાખ લોકોએ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી કાઢીને સુરક્ષિત પહોંચાડવામાં આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી કોલ્હાપુર, સાંગલી, સતારા, ઠાણે, પૂણે, નાસિક, પાલઘર, રત્નાગિરિ, રાયગઢ અને સિંધુદુર્ગ જિલ્લા પાણીથી બેહાલ છે.

ગુજરાતમાં પણ કહેર

ગુજરાતમાં પણ કહેર

ગુજરાતમાં નર્મદા પર બનેલા ગરુડેશ્વર બંધ ભરાઈ ચૂક્યા છે તેમાંથી છોડવામાં આવી રહેલ પાણી નીચણવાળા વિસ્તારોમાં વિનાશ કરી રહ્યુ છે. ગુજરાતમાં ઘણા ભાગોમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ છે જેનાથી વરસાદના કારણે મૃતકોની સંખ્યા 31 થઈ ગઈ છે. તેમાં સૌરાષ્ટ્રમાં શનિવારે જીવ ગુમાવનાર 12 લોકો પણ શામેલ છે. ગુજરાતના મધ્ય ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રોના ઘણા ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. અહીં પણ વરસાદ બનેલી આફત કેરળ અને કર્ણાટક ઉપરાંત પૂરથી ઉત્તરાખંડમાં 26 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત ઉત્તરાખંડ રાજસ્થાન અને હિમાચલમાં વરસાદ અને પૂરનો કહેર ચાલુ છે. તમિલનાડુમાં પણ ભારે વરસાદથી નુકશાન થયુ છે. અહીં પણ પાંચ લોકોનો મોત નીપજ્યા છે. સેના, નેવી અને એરફોર્સના જવાન રાહત કાર્યમાં લાગેલા છે.

English summary
maharashra, kerala, karnataka, gujarat, flood update, 221 dead heavy rain likely in satara today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X