નાગપુર-મુંબઇ દુરંતો એક્સપ્રેસના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

Posted By:
Subscribe to Oneindia News

મહારાષ્ટ્રમાં મંગળવારે સવારે ટિટવાલા પાસે નાગપુર-મુંબઇ દુરંતો એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ હતી. પ્રાપ્ત જાણકારી મુજબ ટ્રેનના 5 ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા છે. સાથે જ ટ્રેન પાટા પરથી ઉતરી જતા આ ટ્રેન રૂટ પણ પ્રભાવિત થયો છે. અને અન્ય લોકલ ટ્રેનોને પણ રોકવામાં આવી છે. જો કે આ અકસ્માતમાં કોઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કે મૃત્યુ નથી પામ્યું. જે વાતની જાણકારી ખુદ રેલ્વે અધિકારીઓએ આપી હતી. 

train accident

પણ પહેલા ઉત્તર પ્રદેશમાં થયેલા બે મોટા રેલ્વે અકસ્માત અને તે પછી મહારાષ્ટ્રમાં થયેલો આ અકસ્મતા બતાવી રહ્યો છે કે રેલ્વેનું તંત્ર કેટલું કથળેલી હાલતમાં છે. આપણે જ્યાં એક તરફ બુલેટ ટ્રેન લાવવાની વાત કરીએ છીએ ત્યાં જ બીજી તરફ એક પછી એક થઇ રહેલા આ ટ્રેન અકસ્માતો ટ્રેનની કથળેલી સ્થિતિને પહેલા સુધારવાની માંગણી કરી રહ્યા છે. નોંધનીય છેે કે કે આ એક જ મહિનામાં ત્રીજા રેલ્વે અકસ્માત થયો છે જ્યાં ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હોય. 

English summary
Maharashtra:Nagpur Mumbai Duronto Express derails near Titwala.
Please Wait while comments are loading...