For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર માટે આજે એસિડ ટેસ્ટ, સદનમાં સાબિત કરવી પડશે બહુમતિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 12 નવેમ્બર: શિવસેનાની સથે ગતિરોધ યથાવત રહેવાની સાથે મહારાષ્ટ્રમાં 13 દિવસ જૂની દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી ભાજપ સરકાર આજે વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કરશે જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની મદદથી જીત મળવાની સંભાવના છે.

એક સમયે એકબીજા સાથે રહેલી ભાજપ અને શિવસેનાએ વિશ્વાસ મતના પ્રસ્તાવ પર મતદાનના ઠીક પહેલાં એકબીજા વિરૂદ્ધ તલવારો ખેંચી લીધી છે તથા તેમણે વિધાનસભા અધ્યક્ષ પદ માટે પ્તોઆના ઉમેદવાર ઉભા કરી દિધા છે. તેમના ઉપરાંત કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જેના લીધે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીનો મુકાબલો ત્રિકોણીય થઇ ગયો.

ભાજપ બાદ બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાએ ગઇકાલે નેતા પ્રતિપક્ષ માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો, જો કે તેનાથી હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે સદનમાં વિશ્વાસ મત પ્રસ્તાવ પર મતદાન દરમિયાન તેમનું શું વલણ રહશે.

devendra-fadnavis

શિવસેનાના મુખ્યાલયમાં પાર્ટીના ધારાસભ્યોની બેઠક થઇ. પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વિરોધાભાસી સંકેત આપતાં કહ્યું કે ભાજપ જ્યારે પણ આગળ આવશે તો તે સરકારમાં ભાગીદારીને લઇને તેને સાથે સમાધાન કરવા સંબંધી વાતચીત કરવા માટે તૈયાર છે.

શરદ પવારની 41 ધારાસભ્યોવાળી એનસીપીએ પહેલાં જ અલ્પમત સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. હાલ 287 સભ્યોવાળા સદનમાં ભાજપના 121 સભ્ય છે તથા તેને સાત અપક્ષ તથા બહુજન વિકાસ આગાધીના ત્રણ ધારાસભ્યો તથા અન્યના સમર્થનનો દાવો કર્યો છે.

English summary
The Bharatiya Janata Party will be in a catch-22 situation when it goes to the state Assembly on Wednesday to prove majority, as its preferred ally Shiv Sena did not declare its support to the minority government till late on Tuesday, and the ‘unwanted’ Nationalist Congress Party is ready with a bailout package.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X