For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રે 31 મે સુધી ઘરેલૂ ઉડાણના સંચાલન પર રોક લગાવી

મહારાષ્ટ્રે 31 મે સુધી ઘરેલૂ ઉડાણના સંચાલન પર રોક લગાવી

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 25 મેથી ઘરેલૂ ઉડાણોને ફરી શરૂ કરવાની ભલે ઘોષણા કરી દીધી હોય, પરંતુ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ઉડાણોના સંચાલનને શરૂ કરવાનો ઈનકાર કરી દીધો છે. મહારાષ્ટ્ર સરકારે 31 મે સુધી લાગૂ લૉકડાઉનને પગલે ઉડાણ સંચાલનની મંજૂરી નથી આપી. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારે કહ્યું કે કેન્દ્રએ "મનમાની કરીને" ઘરેલૂ ઉડાણ સંચાલનનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સાથે કોઈ પરામર્શ કર્યા નથી.

રાજ્ય સરકારને સમય જોઈએ

રાજ્ય સરકારને સમય જોઈએ

રાજ્ય સરકારે કહ્યું કે, એર ટ્રાવેલ માટે એસઓપી નક્કી કરવા માટે રાજ્ય સરકારને સમય જોઈએ. ઉદ્ધવ સરકારે કહ્યું કે એરપોર્ટની બહાર બધું રાજ્ય સરકારની જવાબદારી હોય છે. માટે મહારાષ્ટ્ર સરકારે ઉડાણ સંચાલન માટે લૉકડાઉન પ્રોટોકોલ બદલતા પહેલા કેન્દ્ર સાથે ચર્ચા કરવાનો ફેસલો લીધો છે. આ દરમિયાન, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, મહારાષ્ટ્ર્ અન્ય બધા રાજ્યોની જેમ જ ઘરેલૂ નાગરિક ઉડ્ડયન પરિચાલનને રાજ્યમાં મંજૂરી આપવા માટે સહમત થઈ ગયું છે.

એસઓપી પણ જાહેર કરી દીધી હતી

એસઓપી પણ જાહેર કરી દીધી હતી

સૂ્ત્રોએ કહ્યું કે નિર્ણયને અંતિમ રૂપ આપતા પહેલા રાજ્યોથી પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં કોઈ બદલાવ કરવામાં આવી શકતો નથી કેમ કે બુકિંગ શરૂ થઈ ગયું છે. યાતરીઓને સોમવારથી ઉડાણ ભરવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ ગુરુવારે ઘોષણા કરી હતી કે 25 મેથી દેશમાં ઘરેલૂ ઉડાણો શરૂ થઈ જશે. જેના માટે ઉડ્ડયન મંત્રાલયે એસઓપી પણ જાહેર કરી દીધી હતી.

ક્વારંટાઈનમાં રહેવું પડશે

ક્વારંટાઈનમાં રહેવું પડશે

કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, પંજાબ અને આસામ અને જમ્મુ-કાશ્મીરના પ્રશાસને ફેસલો કર્યો કે બીજા રાજ્યોથી આવેલા યાત્રીઓને 14 દિવસ સુધી ક્વારંટાઈનમાં રહેવું પડશે. જ્યારે કેન્દ્ર સરકારે આનાથી ઉલટા નિર્દેશ આપ્યા હતા.

ચીને ભારતીય જવાનોને પકડ્યા બાદ છોડી દીધા, બંને દેશ વચ્ચે તણાવ વધ્યોચીને ભારતીય જવાનોને પકડ્યા બાદ છોડી દીધા, બંને દેશ વચ્ચે તણાવ વધ્યો

English summary
maharastra government may not resume flight operations until 31 may
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X