For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાત્મા ગાંધીજીના કહેવાથી સાવરકરે અંગ્રેજો સામે કરી હતી દયા અરજીઃ રાજનાથ સિંહ

રાજનાથ સિંહે કહ્યુ કે અંગ્રેજો સામે દયા અરજી વિશે એક ખાસ વર્ગના લોકોના નિવેદનોને ખોટા ગણાવીને એ દાવો કર્યો કે મહાત્મા ગાંધીના કહેવા પર સાવરકરે અંગ્રેજો સમક્ષ દયા અરજી આપી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના સંરક્ષણ મંત્રી અને ભાજપ નેતા રાજનાથ સિંહે મંગળવારે કહ્યુ કે રાષ્ટ્ર નાયકોના વ્યક્તિત્વ તેમજ કર્તવ્યો વિશે વાદ પ્રતિવાદ હોઈ શકે છે પરંતુ વિચારધારાના ચશ્માથી જોઈને વીર સાવરકરના યોગદાનની ઉપેક્ષા કરવી અને તેમને અપમાનિત કરવા ક્ષમા યોગ્ય અને ન્યાયસંગત નથી. રાજનાથ સિંહે ઉદય માહૂરકર અને ચિરાયુ પંડિતના પુસ્તક 'વીર સાવરકર હુ કુડ હેવ પ્રીવેન્ટેડ પાર્ટીશન'ના વિમોચન કાર્યક્રમમાં આ વાત કહી. આ કાર્યક્રમમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે પણ ભાગ લીધો.

Rajnath Singh

રાજનાથ સિંહે કહ્યુ કે અંગ્રેજો સામે દયા અરજી વિશે એક ખાસ વર્ગના લોકોના નિવેદનોને ખોટા ગણાવીને એ દાવો કર્યો કે મહાત્મા ગાંધીના કહેવા પર સાવરકરે અંગ્રેજો સમક્ષ દયા અરજી આપી હતી. તેમણે કહ્યુ કે સાવરકરે વિશે જૂઠ ફેલાવવામાં આવ્યુ. રાજનાથ સિંહે વધુમાં કહ્યુ કે વીર સાવરકર એક મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા, એવામાં વિચારધારાના ચશ્માથી જોઈને તેમના યોગદાનને અવગણવુ અને તેમનુ અપમાન કરવુ ક્ષમા યોગ્ય નથી. રાજનાથ સિંહે કહ્યુ કે એક ખાસ વિચારધારાથી પ્રભાવિત વર્ગ વીર સાવરકરના જીવન તેમજ વિચારધારાથી અપરિચિત છે અને તેમને તેમની યોગ્ય સમજ નથી, તે સવાલ ઉઠાવતા રહે છે. આપણા રાષ્ટ્ર્ નાયકોના વ્યક્તિત્વ તેમજ સર્જનાત્મકતા વિશે પ્રતિવાદ હોઈ શકે છે પરંતુ તેમને હીન દ્રષ્ટિથી જોવા કોઈ પણ રીતે યોગ્ય અને ન્યાયસંગત ન કહી શકાય.

રાજનાથ સિંહે વધુમાં ઉમેર્યુ કે વીર સાવરકર મહાનાયક હતા, છે અને ભવિષ્યમાં પણ રહેશે. અમુક લોકો તેમના પર નાઝીવાદી, ફાસીવાદી હોવાનો આરોપ લગાવે છે પરંતુ સચ્ચાઈ એ છે કે આવા આરોપ લગાવનાર લોકો લેનિનવાદી, માર્ક્સવાદી વિચારધારાથી પ્રભાવિત હતા અને હજુ પણ છે. સીધા શબ્દોમાં કહીએ તો સાવરકર યથાર્થવાદી અને રાષ્ટ્રવાદી હતા જે બોલ્શેવિક ક્રાંતિ સાથે સ્વસ્થ લોકતંત્રની વાત કરતા હતા. રાજનાથ સિંહે કહ્યુ કે સાવરકરની દેશને આઝાદ કરાવવાની ઈચ્છા શક્તિ એટલી મજબૂત હતી, એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે અંગ્રેજોએ તેમને બે વાર આજીવન કારાવાસની સજા સંભળાવી.

રાજનાથ સિંહે કહ્યુ કે હિંદુત્વ વિશે સાવરકરનો એક વિચાર હતો જે ભારતની ભૌગોલિક સ્થિતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો હતો. તેમના માટે હિંદુ શબ્દ કોઈ ધર્મ કે પંથ સાથે જોડાયેલો નહોતો પરંતુ ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલો હતો. તેમણે કહ્યુ કે આ વિચાર પર કોઈને વાંધો હોઈ શકે છે પરંતુ આ વિચારના આધારે નફરત કરવી યોગ્ય નથી.

English summary
Mahatma Gandhi asked Savarkar to file mercy petition: Rajnath Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X