રાજસ્થાનમાં મહાત્મા ગાંધીની મૂર્તિ તોડવામાં આવી

Posted By:
Subscribe to Oneindia News

દેશ ભરમાં તમામ મહાપુરુષો ની મૂર્તિઓ તોડવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ફરી એકવાર રાજસ્થાનમાં મૂર્તિ તોડવાનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાન રાજમસદ ના નથદ્ધારા માં મહાત્મા ગાંધીની મૂર્તિ તોડી નાખવામાં આવી છે. સૌથી મોટી વાત છે કે આ મૂર્તિમાં મહાત્મા ગાંધીનું માથું તોડીને ધડ થી અલગ કરી નાખવામાં આવ્યું છે. આ પહેલા પણ ઘણી જગ્યા પર મહાત્મા ગાંધી સહીત ઘણી મૂર્તિઓ તોડવાનો મામલો સામે આવ્યો હતો.

mahatma gandhi

આ મૂર્તિ હોલીમગરાં ના વાલ્મિકી સમાજ વિસ્તારના રામદેવજી મંદિર પાસે લાગી હતી. જેને સોમવારે રાત્રે કોઈએ તોડી નાખી હતી. આસપાસ રહેતા લોકોને જયારે આ બાબતે જાણકારી મળી ત્યારે તેમને પોલીસને સૂચના આપી. આપને જણાવી દઈએ કે આ મૂર્તિ ઘણા વર્ષો પહેલા અહીં સ્થાપિત કરવામાં આવી હતી, જેને સોમવારની રાત્રે કોઈએ તોડી નાખી હતી. બદમાશો ઘ્વારા મૂર્તિ તોડવાની સાથે સાથે તેની આસપાસ લાગેલા ગ્રેનાઈડ માર્બલ પણ તોડી નાખવામાં આવ્યા હતા.

ઘટના વિશે જાણકારી મળતા જ નિરીક્ષક મહિપાલ સિંહ સિસોદિયા, એસઆઈ બાબુલાલ સાથે જગ્યા પર પહોંચ્યા અને મૂર્તિને કપડાંથી ઢાંકી દેવામાં આવી. આ મામલે લોકો ઘ્વારા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. પોલીસે અજ્ઞાત લોકો વિરુદ્ધ મામલો નોંધીને જાંચ શરૂ કરી દીધી છે. ઘટના વિશે મહિપાલ સિંહ સિસોદિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આ બાબતે જાંચ કરી રહ્યા છે અને સંદેહ આધારે તેઓ લોકોની પુછપરછ પણ કરી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેઝ પણ ચેક કરવામાં આવી રહી છે.

English summary
Mahatma Gandhi statue vandalised in Rajsamand's Nathdwara. This is in the series of events of statue vandalism.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.