For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોરી માટે કામવાળીએ વૃદ્ધ મહિલાની આંખમાં નાખ્યુ હાર્પિક-ઝંડુ બામનુ લિક્વિડ, જતી રહી રોશની

ઘરમાં કામ કરતી મહિલાએ 73 વર્ષની વૃદ્ધ મહિલાની આંખમાં હાર્પિક નાખીને તેની સાથે લૂટફાટ કરી.

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ ઘરમાં કામ કરતી મહિલાએ 73 વર્ષની વૃદ્ધ મહિલાની આંખમાં હાર્પિક નાખીને તેની સાથે લૂટફાટ કરી ત્યારબાદ પોલિસે મહિલાની ધરપકડ કરી લીધી છે. વાસ્તવમાં મહિલાએ હાર્પિક અને ઝંડુ બામને મિલાવીને વૃદ્ધ મહિલાની આંખમાં નાખી દીધુ હતુ જેના કારણે મહિલાને જોવામાં મુશ્કેલી થવા લાગી. આનો લાભ લઈને ઘરમાં કામ કરતી ભાર્ગવીએ ઘરમાં પૈસા અને જ્વેલરી ચોરી કરી લીધી.

woman

ચોરી માટે અંધ બનાવી દીધા

વાસ્તવમાં સિકંદરાબાદના નચરામ વિસ્તારમાં 73 વર્ષના વૃદ્ધા હેમવતી અપાર્ટમેન્ટમાં એકલા રહેતા હતા. તેમનો દીકરો શશિધર લંડનમાં રહે છે. શશિધરે પોતાની માની દેખરેખ માટે ભાર્ગવીને ઓગસ્ટ 2021માં ઘરમાં કામ પર રાખી હતી. રિપોર્ટ મુજબ ભાર્ગવી પોતાની સાત વર્ષની દીકરી સાથે હેમવતીના અપાર્ટમેન્ટમાં જ રહેવા લાગી હતી અને એ ઘરમાં ચોરીનો મોકો શોધી રહી હતી.

આંખમાં દવાના નામે નાખી દીધુ ઝેર

ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં હેમવતીની આંખમાં કંઈક મુશ્કેલી હતી અને તે પોતાની આંખમાં ખંજવાળી રહી હતી ત્યારે ભાર્ગવીએ તેને આંખમાં ઠંડક આપતા આઈ ડ્રૉપ લગાવવાની સલાહ આપી. ત્યારબાદ ભાર્ગવી બાથરુમમાં ગઈ અને તેણે હાર્પિક અને ઝંડુ બામને પાણીમાં મિલાવીને મહિલાની આંખમાં નાખી દીધુ. થોડા દિવસ બાદ હેમવતીએ પોતાના દીકરાને જણાવ્યુ કે તેની આંખમાં ઈન્ફેક્શન થઈ ગયુ છે જે બાદ દીકરાએ નજીકની હોસ્પિટલમાં બતાવવા માટે કહ્યુ પરંતુ મુશ્કેલી વધવા લાગી ત્યારે હેમવતીની દીકરી ઉર્વશી ફરીથી માને હોસ્પિટલ લઈને ગઈ પરંતુ અહીં પણ આંખમાં કંઈ ના નીકળ્યુ.

કારણ જાણવા માટે દીકરો ખુદ પહોંચ્યો હૈદરાબાદ

થોડા સમય પછી જ્યારે મહિલાની આંખની રોશની સંપૂર્ણપણે જતી રહી તો મહિલાનો દીકરી હૈદરાબાદ આવ્યો અને તેણે એલવી પ્રસાદ આઈ હોસ્પિટલમાં માને બતાવ્યુ. ડૉક્ટરોએ અહીં તપાસ બાદ જણાવ્યુ કે આંખમાં ઝેરી પદાર્થ નાખવાના કારણે આંખોની રોશની જતી રહી છે. આ જાણ્યા બાદ પરિવારને ભાર્ગવી પર શંકા ગઈ. ત્યારબાદ પોલિસને તેની ફરિયાદ કરવામાં આવી.

પૂછપરછમાં કબૂલ્યુ

પોલિસની પૂછપરછમાં ભાર્ગવીએ જણાવ્યુ કે તેણે જ મહિલાને અંધ કરી અને 40 હજાર રૂપિયા રોકડ, બે સોનાની બંગડી, એક સોનાની ચેન અને અન્ય જ્વેલરી ચોરી કરી. ત્યારબાદ પોલિસે મહિલાની બુધવારે 2 માર્ચે ધરપકડ કરી લીધી અને તેને ન્યાયિક રિમાન્ડ પર મોકલી દીધી.

English summary
Maid robbed old lady using Harpic and Zandu Bam liquid in her eyes makes her blind.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X