For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સહરસામાં મોટો રેલ અકસ્માત : 20નાં મોત, રેલવે કર્મીઓને બંધક બનાવાયા

|
Google Oneindia Gujarati News

પટણા, 19 ઓગસ્ટ : આજે બિહારના સહરસા જિલ્લામાં મોટો ટ્રેન અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા નીપજ્યાં હોવાના અહેલાવ મળી રહ્યા છે. આ દુર્ઘટના સહરસા માનસી રેલ ખંડના કે ધમહારા હોલ્ટમાં થયો છે. ટ્રેન સહરસાથી પટણા જઇ રહી હતી.

શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે કાત્યાયિની મંદિરમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં રેલવેના પાટા પર ઉભા હતા. યાત્રીઓ ટ્રેન આવે એટલે ટ્રેન પકડવા માંગતા હતા. આ દુર્ઘટનાને આંખે જોનારાઓનું કહેવું છે કે રાજરાની ટ્રેન પસાર થઇ અને પાટા પર ઉભેલા અનેક લોકોને કચડીને આગળ ચાલી ગઇ.

saharsa-bihar

કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના રેલવેની ચૂકને કારણે બની છે. જેમાં ટ્રેન દ્વારા આવવાનું સિગ્નલ આપવામાં આવ્યું ન હતું. ઘટનાથી નારાજ લોકોએ ટ્રેનના ડ્રાઇવર અને ગાર્ડ સાથે મારપીટ કરી હતી અને એક ડબ્બાને આગ લગાવી દીધી હતી. આ ઉપરાંત ઉશ્કેરાયેલા લોકોએ ભારતીય રેલવેના કેટલાક રેલવેકર્મીઓને બંધક બનાવી દેવાયા છે.

English summary
Major train accident in Saharsa, Bihar : 20 killed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X