મોદીને PM પદના ઉમેદવાર જાહેર કરો, પ્રજા નિર્ણય કરશે : જમીયત

જમીયત પ્રમુખ મૌલાના અરશદ મદનીએ કહ્યું હતું કે 'અમે તો કહી રહ્યાં છીએ કે ભાજપ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે પછી દેશની જનતા નક્કી કરશે કે આવા વ્યક્તિને વડાપ્રધાન બનવા જોઇએ કે નહી.
તેમને કહ્યું હતું કે 'દેશનો મિજાજ ધર્મનિરપેક્ષ છે અને અમને પૂરો વિશ્વાસ છે જનતા યોગ્ય નિર્ણય લેશે.' ગુજરાતમાં નરેન્દ્ર મોદીને ઘણા સ્થળોથી મુસ્લિમ વોટ મળ્યા હોવાનો ઉલ્લેખ કરતાં મદનીએ કહ્યું હતું કે 'વિધાનસભાની ચુંટણી પોતાની જગ્યાએ છે, જ્યાં લોકો સ્થાનીક મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે. સંસદીય ચુંટણી,આં સ્થિતી અલગ પ્રકારની હોય છે.'
અત્રે ઉલ્લેખનીય છે ભાજપમાં યશવંત સિંહ અને રામ જેઠમલાણીએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની તરફેણ કરી છે. આ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા થઇ રહી છે.












Click it and Unblock the Notifications
