માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી કર્નલ પુરોહિત હવે જેલથી બહાર

Posted By:
Subscribe to Oneindia News

2008માં માલેગાંવ બ્લાસ્ટ કેસના આરોપી કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતને 9 વર્ષ પછી જમાનત મળતા તે આજે જેલથી બહાર આવ્યા છે. 21 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે કર્નલ પુરોહિતની જમાનત મંજૂર કરી હતી. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે જે પછી તેમને કોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવશે. જે પછી પુરોહિત ઓપન અરેસ્ટમાં રહેશે કારણ કે હજી સુધી તેમનું સસ્પેન્શન રદ્દ નથી થયું. સેનાની ખાસ ટીમ સુપ્રીમ કોર્ટની તરફથી તેમની જમાનતનું વિશ્લેષણ કરશે અને તે પછી જ તેમનું સસ્પેન્શન પૂર્ણ કરવામાં આવશે. જો કે હવે પુરોહિત વર્દી પહેરી શકશે પણ ઓપન અરેસ્ટમાં રહેશે. અને તેમની તમામ કાર્યવાહી તેમના કમાન્ડિંગ ઓફિસરની નજર હેઠળ રહેશે.

purohit

પુરોહિત પર સેનાથી 60 કિલો આરડીએક્સ ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરડીએક્સનો ઉપયોગ કથિત રીતે માલેગાંવ બ્લાસ્ટમાં કરવામાં આવ્યો હતો. સાથે જ તેમની પર હિંદુ ઉગ્રવાદી સમૂહને પ્રશિક્ષણ આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પુરોહિતની જમાનત મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ એનઆઇએ તે વાત પર પણ ચિંતા વ્યક્ત કરી છે કે આ જનામતથી કેસ પર અસર થઇ શકે છે.

English summary
2008 malegaon blast case: Lt Col Shrikant Prasad Purohits release from taloja jail.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.