મહારાષ્ટ્રઃ રવિવારે પવાર અને સોનિયા ગાંધી લગાવી શકે છે સરકાર રચના પર અંતિમ મહોર
મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવાની કોશિશ રંગ લાવતી દેખાઈ રહી છે. ત્રણે પાર્ટીઓ વચ્ચે લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ (સીએમપી) પર લગભગ સંમતિ બની ગઈ છે. આ દરમિયાન શુક્રવારે કોંગ્રેસના સીનિયર નેતા મલ્લિકાર્જૂન ખડગેએ સ્પષ્ટ કરી દીધુ કે મહારાષ્ટ્રમાં નવી સરકરાની રચના વિશે કોંગ્રેસ કંઈ પણ એકલા નહિ નક્કી કરે. તેમણે એ પણ જણાવ્યુ કે 17 નવેમ્બરે શરદ પવાર અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત થશે.

સોનિયા ગાંધી 17 નવેમ્બરના રોજ એક સાથે બેસશે અને આગળના પ્લાન પર ચર્ચા કરશે
રાજ્યમાં નવી સરકારની રચના વિશે મીડિયા સાથે વાત કરીને મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ કે કોંગ્રેસ એકલા વસ્તુઓ નક્કી ન કરી શકે. એનસીપી પ્રમુખ શરદ પવાર અને એઆઈસીસી અધ્યક્ષ સોનિયા ગાંધી 17 નવેમ્બરના રોજ એકસાથે બેસશે અને આગળના પ્લાન પર ચર્ચા કરશે. તે નક્કી કરશે કે આસમસ્યાને કેવી રીતે ઉકેલી શકાય. ત્યારબાદ જઅન્ય ક્રિયાઓનુ પાલન થશે. એક વાર જ્યારે એ બંને બેસીને ચર્ચા કરશે ત્યારે રાજકીય રણનીતિ તૈયાર કરવામાં આવશે જેનુ પાલન કરવામાં આવશે અને તેને લાગૂ કરવામાં આવશે.

પવારે ફડણવીસના હું ફરીથી આવીની ટિપ્પણી પર પણ કટાક્ષ કર્યો
આ પહેલા એનસીપી પ્રમુખ શરદ પવારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ટિપ્પણી પર પણ કટાક્ષ કર્યો. ફડણવીસે કહ્યુ હતુ કે શિવસેના-એનસીપી-કોંગ્રેસ છ મહિનાથી વધુ નહિ ટકી શકે. પવારે કટાક્ષ કરતા કરીને કહ્યુ, હું દેવેન્દ્રજીને અમુક વર્ષોથી જાણુ છુ. પરંતુ મને ખબર નહોતી કે તે જ્યોતિના છાત્ર છે. પવારે ફડણવીસના હું ફરીથી આવીશની ટિપ્પણી પર પણ કટાક્ષ કર્યો.
આ પણ વાંચોઃ એ 3 મોટા મુદ્દા જેના પર સંમતિ બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે આ પક્ષો
|
શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બનશેઃ પવાર
એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ કે શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બનશે અને તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. પવારે મહારાષ્ટ્રમાં મધ્યવર્તી ચૂંટણીની સંભાવનાનો ઈનકાર કર્યો. તમને જણાવી દઈએ કે રાજ્યમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે. તેમણે કહ્યુ કે ત્રણે દળોની એખ સ્થિર સરકાર ઈચ્છીએ છીએ જે વિકાસોન્મુખ હશે. પવારે કહ્યુ કે મધ્યવર્તી ચૂંટણીની કોઈ સંભાવના નથી. આ સરકાર બનશે અને પાંચ વર્ષ પૂરા થશે.