
'મમતા બેનર્જી ઘમંડી', કેન્દ્રએ કહ્યું- પીએમ મોદીને અડધો કલાક રાહ જોવડાવી, બેઠક છોડીને જતા રહ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા જ્યાં તેઓ ચક્રવાત યાસને કારણે થયેલા નુકસાન અંગે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સાથે મુલાકાત કરવાના હતા. બંને વચ્ચે મુલાકાત થઈ હતી, પરંતુ હવે આ બેઠક અંગે ચોંકાવનારી માહિતી બહાર આવી છે. મળતી માહિતી મુજબ, મમતા બેનર્જીએ પહેલા વડા પ્રધાનને અડધો કલાક રાહ જોવડાવી અને તે પછી જ્યારે તે બેઠક માટે પહોંચી ત્યારે ફક્ત તોફાનથી નુકસાન થયાના સમાચાર આપ્યા અને પછી પાછા ચાલ્યા ગયા. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, આ પહેલીવાર છે જ્યારે કોઈ મુખ્ય પ્રધાન વડા પ્રધાન સાથે બેઠક છોડીને જતા રહ્યાં હોય.
એટલું જ નહીં, મમતા બેનર્જીએ વડા પ્રધાનને કહ્યું કે, વાવાઝોડાને કારણે થયેલા નુકસાનનો જાયઝો લેવા જવાની છે, તેથી તે જઈ રહી છે. તે પછી તે યાસ વાવાઝોડાના તોફાનથી ખરાબ રીતે પ્રભાવિત જિલ્લાની મુલાકાત લેવા નિકળી ગઇ હતી.
દિધામાં પત્રકારો સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે "મેં તેમને (પીએમ) કહ્યું હતું - તમે મને મળવા અહીં આવ્યા છો. તમે મને મળવા માંગતા હતા તેથી હું આવી. મારા મુખ્ય સચિવ અને હું, અમે તમને આ અહેવાલ રજૂ કરી રહ્યા છીએ જે મારી પાસે છે. મારા પ્રોગ્રામના ભાગ રૂપે હવે દિઘા જવું પડે તેથી હું વિદાય લઉ છું."