For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાળમાં BJPની જીતની ભવિષ્યવાણી પર ભડક્યા મમતા બેનર્જી, કહ્યુ - 'મોદી ભગવાન છે કે પછી સુપર હ્યુમન, જે...'

મમતા બેનર્જીએ રવિવારે(4 એપ્રિલ) કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન છે કે સુપર હ્યુમન છે, જે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ રવિવારે(4 એપ્રિલ) કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન છે કે સુપર હ્યુમન છે, જે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો કરી રહ્યા છે અને તેપણ એવા સમયમાં જ્યારે રાજ્યમાં માત્ર બે તબક્કમાાં જ ચૂંટણી થઈ છે અને છ તબક્કામાં ચૂંટણી થવાની બાકી છે. હુગલી જિલ્લાના કહનકુલ પોર્શુરામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરીને સીએમ મમતા બેનર્જીએ કહ્યુ, 'તમે(મોદી) પોતાના વિશે શું વિચારો છે, તમે ભગવાન કે સુપર હ્યુમન છો? જે એ દાવો કરી રહ્યા છો કે બંગાળમાં ચૂંટણી તમે(ભાજપ)જીતશે.'

પીએમ નરેન્દ્ર મોદીના આ નિવેદન પર પલટવાર

પીએમ નરેન્દ્ર મોદીના આ નિવેદન પર પલટવાર

મમતા બેનર્જીનુ આ નિવેદન પીએમ નરેન્દ્ર મોદીના એ નિવેદન પર પલટવાર હતુ જેમાં પીએમ મોદીએ કહ્યુ છે કે તે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 2 મે 2021ના રોજ પશ્ચિમ બંગાળમાં આવશે અને નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે કારણકે સરકાર તો ભાજપની જ બનશે. પીએમ મોદીએ એ પણ દાવો કર્યો હતો કે પીએમ કિસાન નિધિ યોજના સત્તામાં આવતા જ વહેલી તકે લાગુ કરવામાં આવશે.

મોદી અધિકારીઓના ઉપયોગની ધમકી આપે છેઃ મમતા બેનર્જી

મોદી અધિકારીઓના ઉપયોગની ધમકી આપે છેઃ મમતા બેનર્જી

મમતા બેનર્જીએ કહ્યુ, 'તેઓ(મોદી) અમારા અધિકારીઓનો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યા છે. આ બંધારણ વિરુદ્ધ છે. ભાજપ મતદારોને ધમકાવવા માટે ગુંડા અને પોલિસનો પણ ઉપયોગ કરી રહી છે.' મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના લોકોને આશ્વાસન આપ્યુ કે જો તે આ વખતે સત્તામાં પાછા આવશે તો એ ખેડૂતોને 10,000 રૂપિયા પ્રતિવર્ષ આપશે જેમની પાસે એક એકરથી વધુ ભૂમિ છે. સીએમ મમતા બેનર્જીએ એ સુનિશ્ચિત કરવાનુ પણ વચન આપ્યુ કે પશ્ચિમ બંગાળના દરેક ગામમાં પીવાના પાણીની સુવિધા હશે.

આવા પીએમ અને હોમ મિનિસ્ટર મે આજ સુધી નથી જોયાઃ મમતા બેનર્જી

આવા પીએમ અને હોમ મિનિસ્ટર મે આજ સુધી નથી જોયાઃ મમતા બેનર્જી

સીએમ મમતા બેનર્જીએ કહ્યુ, 'ભારતમાં આવી સરકાર પહેલા ક્યારેય નથી જોઈ અને ના આવા પ્રધાનમંત્રી(નરેન્દ્ર મોદી) અને ગૃહમંત્ર(અમિત શાહ) જોયા છે. હું પણ 7 વાર સાંસદ રહી છુ, ઘણી સરકારો જોઈ પરંતુ આટલા ખરાબ પ્રધાનમંત્રી અને હોમ મિનિસ્ટર મે ક્યારેય નથી જોયા. જે સરકારમાં રહીને લોકોના ખૂન કરે છે, રોજ નવુ જૂઠ બોલે છે.' બંગાળમાં પરિવર્તનના ભાજપના નારા પર મમતા બેનર્જીએ કહ્યુ, 'આ ભાજપવાળા બોલે છે કે બંગાળમાં કોઈ પરિવર્તન નથી થયુ, બંગાળમાં પરિવર્તનની જરુર છે. તેમને કોઈ જણાવે કે પરિવર્તન નારો તો મારો જ આપેલો છે. હું ખુદથી જ્યાં સુધી નહિ જઉ ત્યાં સુધી મને બંગાળની સત્તામાંથી કોઈ હટાવી શકતુ નથી.'

English summary
Mamata Banerjee hits on PM Modi over predicting BJP victory in west bengal election 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X