સંજય દત્તના સમર્થનમાં આવી મમતા બેનર્જી

mamata banerjee
કોલકત્તા, 25 માર્ચ: સુપ્રિમ કોર્ટ દ્વારા 1993ના મુંબઇ બોમ્બ વિસ્ફોટોમાં દોષી સાબિત થનાર અભિનેતા સંજય દત્તને માફ કરી દેવાની નેતાઓ અને બોલિવુડ સિતારાઓની હરોળમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આવી ગયા છે. તેમણે જણાવ્યું કે 'આ અભિનેતા ભારે ભૂલના કારણે પહેલા પણ ખૂબ જ ભોગવી ચૂક્યો છે.'

મુખ્યમંત્રીએ ફેસબુક પર પોતાની ટીપ્પણીમાં જણાવ્યું કે 'મને સમાજ અને ફિલ્મી હસ્તીઓ તરફથી એ અનુરોધ મળ્યા છે કે સંજયને હવે વધુ હાલાકી ના ભોગવવી પડે.'
તેમણે જણાવ્યું કે 'જોકે આ મારા હાથમાં નથી, મારું માનવું છે કે પૂર્વમાં કરવામાં આવેલી આ ભૂલને પગલે તે પહેલા પણ ઘણું ભોગવી ચૂક્યો છે. સંપૂર્ણ રીતે બર્બાદ થઇ ગયા બાદ પણ આ અભિનેતાએ ફરીથી પોતાનું કરિયર બનાવી દીધું.'

તેમણે જણાવ્યું કે આજે મને સુનીલ દત્તની યાદ આવે છે, તેઓ જ્યારે પણ કોલકાત્તા આવતા ત્યારે મારા ઘરે જરૂર આવતા. જો તેઓ જીવીત હોત તો એ વાતમાં બેમત નથી કે તેઓ સંજયને પરેશાન ના થવા દેત.

અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં શિવસેનાએ સંજય દત્તને માફી આપવાનો વિરોધ નોંધાવ્યો છે. શિવસેના વિધાયક નીલમ ગોરેએ વિધાન પરિષદમાં આ મામલો ઉઠાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X