રાષ્ટ્રપતિ નોટબંધી પર ચોક્કસ લેશે યોગ્ય પગલાં: મમતા બેનર્જી

Subscribe to Oneindia News

પીએમ મોદીના નોટબંધીના વિરોધમાં આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હીમાં માર્ચ કરી હતી. વિરોધ માર્ચની આગેવાની કરનાર મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિને નોટબંધીના વિરોધમાં આવેદન સોંપ્યુ હતુ.

mamta


મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિને આવેદન આપ્યા બાદ કહ્યુ કે રાષ્ટ્રપતિને તેમણે દેશની હાલત વિશે જણાવ્યુ છે અને તેમને આગ્રહ કર્યો છે કે સ્થિતિ સુધારવા માટે તે પગલા લે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ નાણા મંત્રાલય સંભાળી ચૂક્યા છે માટે તે મામલાની ગંભીરતા સમજી રહ્યા છે.

president

મમતા બેનર્જીએ કહ્યું કે અમારો પક્ષ લોકસભામાં સ્થગન પ્રસ્તાવ લાવશે. નોટબંધીએ દેશવાસીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. હવે તો એટીએમનો અર્થ 'ઓલ ટાઇમ મની' ના બદલે 'આયેગા તો મિલેગા' એવો થઇ ગયો છે.
મમતા બેનર્જી અને વિપક્ષી દળો આજે નોટબંધીના વિરોધમાં આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

uddhav

મમતા બેનર્જીએ આ માર્ચની ઘોષણા પહેલા જ કરી દીધી હતી. તેમણે બધા વિપક્ષી દળોને આ માર્ચમાં જોડાવા અનુરોધ કર્યો હતો પરંતુ કેટલાક વિપક્ષી દળો આમા જોડાયા નહોતા. મમતા બેનર્જીને કોંગ્રેસ અને વામદળોનું સમર્થન નથી. તો આ તરફ ભાજપના સહયોગી દળ શિવસેનાના સાંસદ અરવિંદ સાવંત આ માર્ચમા જોડાયા હતા. જમ્મૂ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને આમ આદમી પાર્ટીના ભગવત માન પણ માર્ચમાં જોડાયા હતા.

rahul


વિપક્ષ કરી રહ્યો છે નોટબંધીનો વિરોધ


વિપક્ષી દળોમાં નોટબંધીને લઇને ખૂબ જ નારાજગી છે. મમતા બેનર્જી આમાં મુખ્ય છે. અખિલેશ યાદવ પહેલા પણ આ નિર્ણય પર પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમની સાથે સાથે બીજા વિપક્ષી દળો પણ આને જનતા પર માર કહી રહ્યા છે.


રાહુલ ગાંધી આ નિર્ણય પર ઘણી વાર પોતાનો વિરોધ દર્શાવી ચૂક્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોટબંધી પર દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને પીએમના નિર્ણયની આલોચના કરીને પીએમને લાંચ રુશ્વત લેનારા કહ્યા છે.

anand


કોંગ્રેસના આનંદ શર્મા નોટબંધીનો મુદ્દો સંસદમાં ઉઠાવી રહ્યા છે. તો ભાજપની સહયોગી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ નિર્ણયની કડક નિંદા કરી ચૂક્યા છે.


બસપા સુપ્રીમો માયાવતી સતત પોતાનો વિરોધ નોટબંધી પર બતાવી ચૂક્યા છે. તેમણે તો 500 અને 1000 ની નોટને આર્થિક આપાતકાળ પણ કહ્યો છે.


આમ જનતાને પણ નોટબંધી બાદ ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. બેંકો સામે લાંબી લાઇનો લાગેલી છે. ધંધા રોજગારો પર પણ આની અસર પડી રહી છે. આ સંદર્ભમાં કેટલાકના મોત પણ થઇ ચૂક્યા છે.

English summary
Mamata Banerjee leads the protest march againest demonetisation
Please Wait while comments are loading...