For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળ પેટાચૂંટણીઃ ભવાનીપુર સીટથી આજે નામાંકન ભરશે મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે પેટાચૂંટણી માટે પોતાનુ નામાંકન ભરશે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે પેટાચૂંટણી માટે પોતાનુ નામાંકન ભરશે. મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા સીટથી નામાંકન ભરશે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીએ જબરદસ્ત જીત મેળવી હતી અને ભાજપને હરાવીને એક વાર ફરીથી સત્તા મેળવી હતી પરંતુ મમતા બેનર્જીને નંદીગ્રાથી સુવેન્દુ અધિકારી સામે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં જ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની ત્રણ સીટ અને ઓરિસ્સાની એક સીટ પર પેટા ચૂંટણીની તારીખનુ એલાન કર્યુ હતુ.

mamata

મમતા બેનર્જીએ બુધવારે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરીને એ વાતની પુષ્ટિ કરી છે કે તે 10 સપ્ટેમ્બરે ભવાનીપુર વિધાનસભા સીટથી પોતાનુ નામાંકન ભરશે. આ દરમિયાન ભાજપ પર હુમલો કરીને કહ્યુ કે માત્ર ભગવાન જાણે છે કે 2021ની ચૂંટણી કેવી રીતે કરાવવામાં આવી. કેન્દ્ર સરકાર જૂઠ્ઠુ બોલી તેમછતાં મને હરાવી શકી નહિ. નંદીગ્રામમાં મારી પર હુમલાનુ ષડયંત્ર રચવામાં આવ્યુ. હજારો ગુંડાઓએ બહારથી આવીને પશ્ચિમ બંગાળને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી.

મમતા બેનર્જીએ કહ્યુ કે ભાજપ દૂર્યોધન અને દુશાસનથી પણ બદતર છે. મમતાએ કહ્યુ કે મોદી અને શાહે વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામમાં મને હેરાન કરવા માટે ષડયંત્ર રચ્યુ હતુ. વળી, મમતાના આરોપોને બંગાળના ચીફ દિલીપ ઘોષે નિરાધાર ગણાવ્યા અને કહ્યુ કે ભવાનીપુર સીટ પર ચૂંટણી સીધી ભાજપ અને ટીએમસી, સીપીઆઈએમ કે કોંગ્રેસ વચ્ચે થશે.

તમને જણાવી દઈએ કે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર છે. ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી 30 સપ્ટેમ્બરે કરાવવામાં આવશે. ચૂંટણી પંચે એ બાબતે પહેલેથી જ શિડ્યુલ જાહેર કરી દીધુ છે. 30 સપ્ટેમ્બરે જ જાંગીપુર અને સમશેરગંજ વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી થશે. જ્યારે ઓરિસ્સાના પીપલીમાં પણ 30 સપ્ટેમ્બરે વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવશે. જ્યારે મોતની ગણતરી 3 ઓક્ટોબરે થશે.

English summary
Mamata Banerjee nomination today from Bhabanipur seat for by polls in west Bengal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X