2024 ની ચૂંટણી પહેલા મમતા બેનર્જીનું મોટુ નિવેદન, કહ્યું- જ્યાં કોંગ્રેસ મજબુત હશે ત્યાં સમર્થન આપશે
કર્ણાટકમાં બીજેપીના સુપડા સાફ કરીને કોંગ્રેસ ફરીથી કિંગ બની રહી છે. બીજેપીને આવનારી લોકસભા ચૂંટણીમાં હવે મજબુત ટક્કરના એંધાણ મળી રહ્યા છે ત્યારે મમતા બેનર્જીએ પણ મોટી વાત કરી છે. મમતા બેનર્જીએ લોકસભા માટે કોંગ્રેસને સમર્થન આપવાની વાત કહી છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ વિપક્ષોએ લોકસભા ચૂંટણી 2024 માટે રોડમેપ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. 2024 સીટ શેરિંગ ફોર્મ્યુલા વિશે વાત કરતા મમતાએ કહ્યું કે, TMC તે રાજ્યોમાં કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર છે જ્યાં તેની સ્થિતિ મજબૂત છે. અહીં મમતા બેનર્જીએ કહ્યું કે, કોંગ્રેસે બંગાળ જેવા રાજ્યોને મદદ કરવી પડશે, જ્યાં TMC છે.

મમતા બેનર્જીએ આગળ કહ્યું કે, જ્યાં પ્રાદેશિક પક્ષ મજબૂત છે ત્યાં બીજેપી નહીં લડી શકે. દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. બુલડોઝરથી લોકશાહીના અધિકારોને કચડી નાખવામાં આવી રહ્યા છે. પહેલવાનોની વાત સાંભળવામાં આવી નથી રહી. આ સ્થિતિમાં જે પણ વિસ્તારમાં મજબૂત છે તેમણે સાથે મળીને લડવું જોઈએ.
મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, બિહારમાં નીતીશ, દિલ્હીમાં AAP અને ઝારખંડમાં કોંગ્રેસ પ્રાદેશિક પક્ષો તરીકે મજબૂત છે. અહીં બીજેપી સામે લડાઈ છે. મમતા બેનર્જીએ કહ્યું કે ઓડિશા, બિહાર, તમિલનાડુ, ઝારખંડ, તેલંગાણા અને પંજાબમાં મજબૂત પક્ષોને મહત્ત્વ મળવું જોઈએ.
#WATCH जहां भी कोई क्षेत्रीय राजनीतिक दल मजबूत है वहां भाजपा नहीं लड़ सकती। जो दल किसी क्षेत्र विशेष में मजबूत हैं, उन्हें मिलकर लड़ना चाहिए...मैं कर्नाटक में कांग्रेस का समर्थन कर रही हूं लेकिन उसे बंगाल में मेरे खिलाफ नहीं लड़ना चाहिए: पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी pic.twitter.com/frZSTmwkaA
— ANI_HindiNews (@AHindinews) May 15, 2023
અહીં તમને જણાવી દઈએ કે, મમતા આગામી 2024 માટે રોડ મેપ તૈયાર કરવામાં વ્યસ્ત છે. 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે મમતા સરકાર રોડ મેપ તૈયાર કરીને વિપક્ષી પાર્ટીઓને એકજૂટ કરવામાં લાગી છે અને એટલે જ આજે મમતાએ કહ્યું કે આપણે એક થઈને લડવું પડશે.












Click it and Unblock the Notifications
