For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા બેનર્જી પર નંદીગ્રામમાં થયેલ કથિત હુમલા પહેલાનો વીડિયો આવ્યો સામે, જુઓ શું થયુ હતુ

સોશિયલ મીડિયા પર એ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે મમતા બેનર્જીને ઈજા પહોંચાડવાની બરાબર પહેલાનો છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ 10 માર્ચે આરોપ લગાવ્યો હતો કે નંદીગ્રામમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ચારથી પાંચ લોકોએ તેમને ધક્કો મારી દીધો હતો. ત્યારબાદ તે ઘાયલ થઈ ગયા છે. મમતા બેનર્જી હાલમાં કોલકત્તાની હોસ્પિટલમાં ભરતી છે. મમતા બેનર્જી સાથે દૂર્ઘટના ત્યારે બની જ્યારે 10 માર્ચની સાંજે 6 વાગે જ્યારે તે ભીડનુ અભિવાદન સ્વીકારી રહ્યા હતા. મમતા બેનર્જીના કથિત હુમલાના આરોપને ભાજપ અને કોંગ્રેસ બંનેએ નાટક ગણાવ્યુ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે મમતા બેનર્જીને ઈજા પહોંચાડવાની બરાબર પહેલાનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સીએમ મમતા બેનર્જી કારના ફૂટબૉર્ડ પર ઉભા રહીને સમર્થકોનુ અભિવાદન સ્વીકારી રહ્યા છે.

mamta

વીડિયો જોઈએ તો એવુ નથી લાગતુ કે મમતા બેનર્જી પર હુમલો કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે મમતા બેનર્જીની આસપાસ ઘણી ભીડ છે. મમતા બેનર્જી ધીમી ચાલતી કારના ફૂટબોર્ડ પર ઉભા રહીને પોતાના સમર્થકોનુ અભિવાદન સ્વીકારી રહ્યા છે. આ દરમિયાન ધક્કો લાગવાથી તેમને ઈજા થઈ છે. તૃણમૂલ કોંગ્રેસના એક સમર્થકે કહ્યુ કે દૂર્ઘટના વખતે મમતા બેનર્જીી કારનો દરવાજો ખુલ્લો હતો જ્યાં તેમના અંગત સુરક્ષાકર્મી હાજર હતા.

ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. અમિત માલવીયએ મમતા બેનર્જીના ઘાયલ થતા પહેલાનો વીડિયો શેર કરીને લખ્યુ છે, 'અમે ભગવાનને જલ્દી સાજા થવાની કામના કરીએ છીએ પરંતુ 24 કલાકથી પણ ઓછા સમયમાં ચૂંટણી પ્રચાર કરતા, તેમના(મમતા બેનર્જી) નિવેદનોમાં વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. કથિત હુમલાની તેમની ખુદની થિયરી અલગ-અલગ છે.'

કોરોનાથી જેટલા લોકો મર્યા એટલા તો વિશ્વયુદ્ધમાં નહોતા મર્યાકોરોનાથી જેટલા લોકો મર્યા એટલા તો વિશ્વયુદ્ધમાં નહોતા મર્યા

English summary
Mamata Banerjee's video just before injury in Nandigram come out, Watch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X