For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PSE સર્વેઃ પશ્ચિમ બંગાળમાં મમતા, ઓડિશામાં પટનાયકનો જાદુ યથાવત, પીએમ માટે મોદી મજબૂત દાવેદાર

ઈન્ડિયા ટુડેના પોલિટિકલ સ્ટોક એક્સેચેન્જ (પીએસઈ) સર્વે મુજબ પશ્ચિમ બંગાળમાં મમતા, ઓડિશામાં પટનાયકનો જાદુ યથાવત હોવા છતાં પીએમ માટે મોદી મજબૂત દાવેદાર છે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને ભાજપ વચ્ચે લડાઈ ચાલુ છે અને હિંસા માટે બંને પક્ષો એકબીજા પર આરોપ લગાવતી આવી છે. ઈન્ડિયા ટુડેના પોલિટિકલ સ્ટોક એક્સેચેન્જ (પીએસઈ) સર્વે મુજબ, 46 ટકા જનતાનું માનવુ છે કે મમતા બેનર્જીને અમિત શાહની રેલીમાં બાધા પહોંચાડવાનો કોઈ અધિકાર નહોતો. આ પોલ અનુસાર પશ્ચિમ બંગાળની માત્ર 26 ટકા જનતા જ ભાજપના રથને રોકવાના નિર્ણયથી સંમત છે. વળી મોટાભાગના લોકો આને યોગ્ય માને છે. તમને જણાવી દઈએ કે રથયાત્રાની મંજૂરી ન મળ્યા બાદ ભાજપે પોતાની રથયાત્રાવાળી રણનીતિને રેલીઓ અને ચૂંટણી ભાષણોમાં બદલી દીધી છે. ગયા મહિને 19 જાન્યુઆરીએ અમિત શાહે માલદાથી પોતાની ચૂંટણી રેલીની શરૂઆત કરી હતી.

પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા, પીએમ મોદી

પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા, પીએમ મોદી

આ સર્વે મુજબ પશ્ચિમ બંગાળની જનતા પોતાના મુખ્યમંત્રી મમતા બેનર્જીના કામકાજથી હાલમાં ખુશ છે. સર્વેની માનીએ તો 46 ટકા લોકોનું કહેવુ છે કે તે મમતા બેનર્જીના કાર્યકાળથી સંમત છે. વળી, 22 ટકા લોકો ટીએમસીના કામકાજથી નારાજ છે. પશ્ચિમ બંગાળમાં હાલમાં મમતા દીદીનો જાદૂ યથાવત છે. પશ્ચિમ બંગાળના 54 ટકા જનતા હજુ પણ મમતા બેનર્જીને પોતાના સીએમ રૂપે જોવા ઈચ્છે છે. જો કે મમતા ભલે પોતાના રાજ્યમાં લોકપ્રિય છે પરંતુ તે મોદીનો જાદૂ ઘટાડી શક્યા નથી. આ સર્વે મુજબ પશ્ચિમ બંગાળની 49 ટકા જનતા મોદીને જ પીએમ રૂપે જોવા ઈચ્છી રહી છે. વળી, 25 ટકા લોકો ઈચ્છે છે કે મમતાને પીએમ બનવુ જોઈએ. જો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માત્ર 15 ટકા જનતા જ તેમને દેશના પીએમ રૂપે જોવા ઈચ્છે છે. કોંગ્રેસ ભલે રાફેલ માટે સરકાર પર પ્રહાર કરી રહી હોય પરંતુ પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યમાં 30 ટકા લોકો બેરોજગારી, 26 ટકા પીવાના પાણી અને 18 ટકા લોકો કૃષિ સંકટ જેવા મુદ્દા ઉઠાવી રહ્યા છે. આ સર્વે જાન્યુઆરીમાં કરાવવામાં આવ્યો હતો.

ઓડિશામાં પણ પીએમ માટે મોદી આગળ

ઓડિશામાં પણ પીએમ માટે મોદી આગળ

ઓડિશામાં 2000થી સત્તા સંભાળી રહેલા મુખ્યમંત્રી નવીન પટનાયકે છેલ્લા ચાર મહિનામાં પોતાની લોકપ્રિયતા ગુમાવી છે પરંતુ તેમછતાં પણ તે રાજ્યના સૌથી લોકપ્રિય નેતામાંના એક છે. જાન્યુઆરીના આંકડામાં લગભગ 52 ટકા લોકો પોતાના રાજ્યના આગામી સીએમ રૂપે પટનાયકનું સમર્થન કરશે. વળી, ઓડિશાના લોકોને જ્યારે પીએમ વિશે પૂછવામાં આવ્યુ તો 58 ટકા લોકો હજુ પણમ મોદી સાથે ઉભા છે. આ સર્વે મુજબ, ઓડિશામાં પીએમ મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ સતત વધી રહ્યો છે.

બંગાળ અને ઓડિશામાં છાપ છોડવામાં રાહુલ નિષ્ફળ

બંગાળ અને ઓડિશામાં છાપ છોડવામાં રાહુલ નિષ્ફળ

પટનાયકની બીજેડી ભાજપના પૂર્વ સહયોગી છે. 2008ના કંધમાલ સાંપ્રદાયિક હુલ્લડો બાદ સીએમ પટનાયકે ભાજપથી પોતાને અલગ કરી દીધા હતા. વર્તમાનમાં કુલ 147 સીટોમાંથી સત્તારૂઢ બીજેડી પાસે 117 સીટો છે અને ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીની 16 અને ભાજપની 10 વિધાનસભા સીટો છે. ઓડિશાના માત્ર 20 ટકા લોકો જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પીએમ રૂપે જોવા ઈચ્છે છે. વળી, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માત્ર 15 ટકા જનતા જ દેશના પીએમ રૂપે જોવા માંગે છે.

આ પણ વાંચોઃ બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, આજથી સસ્તો થયો રાંધણગેસઆ પણ વાંચોઃ બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, આજથી સસ્તો થયો રાંધણગેસ

English summary
Mamata Banerjee still popular but Bengal and Odisha want Modi to remain PM: PSE poll
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X