For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં મમતા બેનરજીને ન અપાયું આમંત્રણ

મહારાષ્ટ્રમાં એનસીપી-શિવસેના-કોંગ્રેસ ગઠબંધન સરકારે ગુરુવારે મુંબઇના શિવાજી પાર્કમાં શપથ લીધા હતા, જેમાં ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં એનસીપી-શિવસેના-કોંગ્રેસ ગઠબંધન સરકારે ગુરુવારે મુંબઇના શિવાજી પાર્કમાં શપથ લીધા હતા, જેમાં ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તમામ વિપક્ષી પાર્ટીના નેતાઓ આ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટ્વીટ કરીને ઠાકરેને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન આપ્યા હતા. પરંતુ ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન કહે છે કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં મમતા બેનર્જીને આમંત્રણ અપાયું ન હતું.

Mamta Banerjee

ગુરુવારે, જ્યારે ડેરેકને પુછવામાં આવ્યું કે શું ટીએમસી તેમના પ્રતિનિધિને ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં હીાજર રહેસે ત્યારે ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે મમતા બેનર્જીને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ નથી અપાયું. નોટબંધી પછીથી શિવસેના સાથે અમારા ઘણા સારા સંબંધ છે, અમે એક સાથે ઘણા મુદ્દાઓ પર સરકારનો વિરોધ કર્યો છે. બંને પક્ષોની બીજી પેઢીના નેતાઓ એક જ વયના છે અને સંપર્કમાં છે.

ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહ પછી, મમતા બેનર્જીએ ટ્વીટ કરીને ઉદ્ધવ ઠાકરેને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉદ્ધવ ઠાકરે, એનસીપી પ્રમુખ શરદ પવાર અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ બાળાસાહેબ થોરાટને પ્રધાન બનવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે તમારા સક્ષમ માર્ગદર્શન હેઠળ અમે રાજ્યને લોકહિતની દિશામાં જતા જોઈ રહ્યા છીએ. અમને આશા છે કે આ સ્થિર સરકાર રાજ્યમાં જનહિત માટે કામ કરશે અને તે રાજ્યના સર્વાંગી વિકાસ માટે કામ કરશે. જણાવી દઈએ કે વર્ષ 2016 માં ઉદ્ધવ ઠાકરે, ઓમર અબ્દુલ્લા અને મમતા બેનર્જીએ નોટબંધી સામે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યું હતું અને તેનો વિરોધ કર્યો હતો.

English summary
mamata banerjee was not invited for swearing in ceremony of uddhav thackeray
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X