મમતા બેનર્જી ભડક્યા, બોલ્યા 'હવે પછી નહીં આવું દિલ્હી'

મમતા પશ્ચિમ બંગાળ માટે વિશેષ પેકેજની માંગ લઇને પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને યોજના આયોગના ઉપાધ્યક્ષ મોન્ટક સિંહ અહલૂવાલિયાને મળવા આવ્યા હતા. તેમની સાથે નાણામંત્રી અમિત મિત્રા સહિત ટીએમસીના અન્ય નેતાઓ પણ હતા.
અહલુવાલિયાને મળ્યા બાદ મમતા જ્યારે યોજના ભવનની બહાર આવી રહ્યાં હતા ત્યારે એસએફઆઇના કાર્યકર્તાઓએ મિત્રા સાથે ધક્કા-મુક્કી કરી હતી. તેનાથી મમતા બેનર્જી ઘણા નારાજ થઇ ગયા હતા અને તેમણે કહ્યું કે તેઓ હવે પછી બીજી વખત દિલ્હી નહીં આવે અને જે પ્રકારનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તેને તેમણે ગંદા રાજકારણ સાથે સરખાવ્યું હતું.












Click it and Unblock the Notifications
