કુંભના મેળામાં આસારામનો વિરોધ, છબી પર ફરી કાળી પીંછી

ઇલાહાબાદ, 12 જાન્યુઆરી: કુંભના મેળાની એક તરફ તડામાર તૈયારી ચાલી રહી છે. દેશ-દુનિયાના ધર્મગુરુઓ અને યાત્રાળુઓ કુંભના મહામેળામાં ભાગ લેવામાં ઉત્તર પ્રદેશના ઇલાહબાદ ખાતે આવવા લાગ્યા છે. તેવામાં ધર્મગુરુ તરીકે જાણીતા આસારામ બાપુનો વિરોધ કરતા એક ભક્તે તેમની છબી પર કાળી પીંછી ફેરવી હતી.

આસારામ બાપુએ તેમના એક કાર્યક્રમમાં દિલ્હીમાં થયેલા ચાલતી બસમાં એક વિદ્યાર્થિની પર બળાત્કાર અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આસારામ બાપુએ જણાવ્યું હતું કે સામુહિક બળાત્કારમાં દોષિઓનો જેટલો વાંક છે એટલો જ વાંક પીડિત યુવતીનો પણ છે. તેમણે કહ્યું હતું કે તાળી એક હાથે નથી વાગતી. જો પીડિતાએ દોષિઓ સામે હાથ જોડ્યા હોત અને તેમને ભાઇ કહી જવા દેવાની વિનંતી કરી હોત તો તેની ઇજ્જત અને જીવ બંને બચી જાત. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે જો તેણે દીક્ષા લીધી હોત તેની સાથે આવું ના થાત.

asaram bapu
આસારામ બાપુના આ વાંધાજનક નિવેદન બાદ દેશભરમાં તેમનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ઠેરઠેર લોકોએ તેમના પોસ્ટર બાળીને તેમના નિવેદન પર વિરોધ નોંધાવ્યો હતો. કુંભના મેળામાં ભાગ લેવા આવેલા એક યાત્રાળુએ પણ ગેંગરેપ પીડિતા માટે વાંધાજનક નિવેદન કરવા બદલ તેમના પોસ્ટર પર કાળો રંગ લગાવી તેમનું મો કાળું કરી દીધું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X