પ્રાઈવેટ પાર્ટમાં એર પ્રેસર પંપ ઘુસાડી દેતા વ્યક્તિનું મોત, જાણો શું છે પુરી ઘટના
માણસ પોતાના કરેલા કામથી પોતે જ હેરાન થાય છે. હવે મહારાષ્ટ્રથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઘટના અનુસાર, અહીં એક વ્યક્તિએ પ્રાઈવેટ પાર્ટમાં એર ઘુસાડી દેતા દર્દનાક મોત થયુ છે.
સામે આવી રહેલા સમાચારો જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ રહ્યા છે. સમાચારો અનુસાર, વ્યક્તિએ મજાક મજાકમાં આ હરકત કરી અને જીવ ગુમાવવાનો વારો આવ્યો.

અહેવાલો અનુસાર, એક વ્યક્તિએ તેની સાથે કામ કરતા અન્ય વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટમાં એર પંપ લગાવ્યો હતો. આમ કરવાની તે વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે. હવે પોલીસે આરોપીને પકડી તેની પૂછપરછ શરૂ કરી છે.
અહેવાલો અનુસાર, મૃતક જે કંપનીમાં કામ કરતો હતો તે કંપની એન્જિનિયરિંગ સેવાઓ આપે છે. અહીં કામ કરતા કેટલાક લોકો તેમના કપડામાંથી ધૂળ અને ગંદકી દૂર કરવા માટે હવાના દબાણનો ઉપયોગ કરે છે.
દર વખતની જેમ ધૂળ સાફ કરતી વખતે આ વખતે આરોપીએ મૃતકના પ્રાઈવેટ પાર્ટમાં હવાનું દબાણ કર્યું. આમ કર્યા બાદ વધુ પડતા હવાના દબાણને કારણે મૃતકના પ્રાઈવેટ પાર્ટને નુકસાન થયુ અને મોત થયુ.
અહેવાલો અનુસાર, મૃતકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. વધુ સારવાર માટે તેને સુરત પણ ખસેડાયો. જો કે તેને બચાવી શકાયો નહીં અને મોત થયુ. પોલીસનું કહેવું છે કે તે તપાસ કરી રહ્યા છે. મૃતકના પરિવારજનો ગુનેગારને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
