પતિ બન્યો હેવાન, પત્નીના પ્રાઇવેટ પાર્ટમાં ભોંકી દીધું બાઈકનું હેન્ડલ
પતિ બન્યો હેવાન, પત્નીના પ્રાઇવેટ પાર્ટમાં ભોંકી દીધું બાઈકનું હેન્ડલ
ઈન્દોરઃ 2 મહિના પહેલા બીજી મહિલાના પ્રેમના ચક્કરમાં પડ્યા પછી પત્નીની પિટાઈ બાદ પતિએ તેના પ્રાઇવેટ પાર્ટમાં બાઈકનું હેન્ડલ ભરાવી દીધું હતું. બે દિવસ પહેલા મહિલાની હાલત ખરાબ થતાં તેને સારવાર માટે એમવાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબોએ મંગળવારે ઓરેશન કરી મહિલાના પેટમાંથી વાનનું હેન્ડલ કાઢી લીધું છે. આરોપી પતિની પોલીસે ધરપકડ કરી લીધી.

ઈન્દોરમાં રહેતી પીડિત મહિલાના પેટમાં અસહનીય દર્દ થતાં એમવાય હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ એક્સરે કરાવ્યો ત્યારે મહિલાના પેટમાં ટૂ વ્હિલરનું હેન્ડલ હોવાનું માલુમ પડ્યું હતું. 4 કલાકના ઓપરેશન બાદ મહિલાના પેટમાંથી સુરક્ષિત રીતે આ હેન્ડલ બહાર કાઢી લેવામાં આવ્યું છે. તબીબો મુજબ લાંબા સમયથી લાંબા સમયથી હેન્ડલ ગર્ભાશયમાં હોવાથી ઈન્ફેક્શન ફેલાઈ ગયું છે. હવે મહિલાની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.
બીજી બાજુ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. ચંદન નગર પોલીસ સ્ટેશનના એસઆઈ એનકે ચતુર્વેદીએ જણાવ્યું કે આરોપી પ્રકાશ બંબઈ બજારમાં સાજિદના બેન્ડ-બાજાની દુકાન પર કામ કરે છે. જ્યાંથી પોલીસે આરોપીને દબોચી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલાએ પોલીસ સમક્ષ માંગણી કરતા કહ્યું કે તેના પતિએ તેણીને હંમેશા પીડા આપી છે, તેથી તેને ફાંસી આપી દેવી જોઈએ. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે કહ્યું કે નશામાં પત્નીની પિટાઈ કરી ત્યારે ખબર ન પડી કે લોખંડનો કયો ટુકડો હાથમાં આવી ગયો અને તેને ટુકડો પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધો. આ ઘટના લગભગ બે વર્ષ પહેલાની છે.
આ પણ વાંચો- આ જિલ્લામાં નિયમ લાગૂ, હેલ્મેટ નહિ પહેર્યો હોય તો પેટ્રોલ પણ નહિ મળે












Click it and Unblock the Notifications
