Video:ગાયો લઇ જઇ રહેલાં લોકોને ગૌરક્ષકોએ માર્યો ઢોર માર
પોતાને ગૌરક્ષા સમૂહના સભ્યો ગણાવતાં કેટલાક લોકોએ બે દિવસ પહેલાં ગાયો લઇ જઇ રહેલાં કેટલાક લોકો પર હુમલો કર્યો હતો. ગૌરક્ષકોએ આ લોકોની ખૂબ પિટાઇ કરી હતી, જેમાંથી એક વ્યક્તિનું મંગળવારના રોજ ઇલાજ દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઘટના શનિવારની છે. હરિયાણા માં રહેતાં 15 લોકો 6 ગાડીઓમાં ગાયોને લઇ જઇ રહ્યાં હતા. આ દરમિયાન રાજસ્થાન ના અલવર જિલ્લાના બહરોડ પાસે તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ મારપીટમાં 50 વર્ષીય પહલૂ ખાનને ગંભીર ઇજા થઇ હતી, મંગળવારે હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે હજુ સુધી કોઇ વ્યક્તિની ધરપકડ કરવામાં નથી આવી. જો કે, પોલીસે અજ્ઞાત હુમલાખોરો વિરુદ્ધ કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અહીં વાંચો - ગૌમાંસ ત્યાગવાનું કહ્યું, તો અજમેર શરીફનું પ્રમુખપદ છીનવાયું
પોલીસ અનુસાર, આ હુમલો સ્થાનિક રહેવાસીઓ દ્વારા જ કરવામાં આવ્યો હતો. વીડિયો ફુટેજના આધારે તેમની ઓળખાણ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં કથિત ગૌરક્ષકો ગાયો લઇ જઇ રહેલાં લોકોને ઢોર માર મારતાં નજરે પડે છે.
આ ઘટનાનો વીડિયો જુઓ અહીં..
#WATCH: 5 men beaten up & their vehicle vandalised by cow vigilantes in Rajasthan's Alwar; later 1 man succumbed to injuries (01.04.2017) pic.twitter.com/almfW9W954
— ANI (@ANI_news) April 5, 2017