For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આપ'ની પીસીમાં નેતાઓ પર BJP કાર્યકરે શાહી ફેંકી કર્યો હોબાળો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 નવેમ્બર: દિલ્હીમાં એકવાર ફરી આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફ્રેન્સમાં હંગામો થયો હતો. કોન્ફ્રેન્સમાં પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત મનીષ સિસોદિયા, સંજય સિંહ, પ્રશાંત ભૂષણ ઉપસ્થિત હતા. પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન જ એક શખ્સ હોબાળો કરવા લાગ્યો અને તેના હાથમાં રહેલી શાહી 'આપ' નેતાઓ પર ફેંકવા લાગ્યો.

આ શખ્શે પોતાનો વિરોધ નોંધાવતા નારા લગાવ્યા કે તે ભાજપનો કાર્યકર્તા છે અને અણ્ણા હજારેનો સમર્થક છે. અણ્ણાએ કેજરીવાલને પોતાના નામ થકી પ્રચાર કરવાની ના કહી હતી છતાં કેજરીવાલની પાર્ટી અણ્ણા હઝારેનું નામ લઇ રહી છે, જેની સામે હું મારો વિરોધ નોંધાવી રહ્યો છું. આ શખ્શનું નામ નચિકેતા છે અને તે મહારાષ્ટ્રના અહમદનગરનો રહેનાર છે.

આ શખ્શનું કહેવું છે કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓએ અણ્ણા હઝારેની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને અનશન દરમિયાન મળેલા દાનનો કેજરીવાલે દુરપયોગ કર્યો છે. આ શખ્શે પોતાને ભાજપી કાર્યકર્તા ગણાવ્યો છે.

જોકે અરવિંદ કેજરીવાલને ગઇકાલે અણ્ણા હઝારે દ્વારા લખેલો એક પત્ર મળ્યો હતો, અને આજે પ્રેસ કોન્ફ્રેન્સમાં તેનો જ જવાબ આપ પાર્ટી આપી રહી હતી. પરંતુ પ્રેસ કોન્ફ્રેન્સ શરૂ થતા જ આ શખ્શે હોબાળો શરૂ કરી દીધો. જ્યારે દિલ્હી પોલીસે આરોપી શખ્શની ધરપકજ કરી લીધી છે અને તેની પૂછપરછ કરી રહી છે.

બીજી બાજુ ભાજપા નેતાઓએ આ શખ્શ જેનું નામ નચિકેતા જણાવે છે તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી તેમ કહી હાથ ઊંચા કરી દીધા છે, જ્યારે અરવિંદ કેજરીવાલે આ શખ્શને માફ કરી દીધો છે અને જણાવ્યું હતું કે આ કાવતરૂ ભાજપ અને કોંગ્રેસે મળીને રચ્યું છે.

ઘટનાક્રમ જુઓ તસવીરોમાં...

'આપ' નેતાઓ પર ફેંકાઇ શાહી

'આપ' નેતાઓ પર ફેંકાઇ શાહી

દિલ્હીમાં એકવાર ફરી આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફ્રેન્સમાં હંગામો થયો હતો. કોન્ફ્રેન્સમાં પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત મનીષ સિસોદિયા, સંજય સિંહ, પ્રશાંત ભૂષણ ઉપસ્થિત હતા. પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન જ એક શખ્સ હોબાળો કરવા લાગ્યો અને તેના હાથમાં રહેલી શાહી 'આપ' નેતાઓ પર ફેંકવા લાગ્યો.

'આપ'ની પીસીમાં નેતાઓ પર ફેંકાઇ શાહી

'આપ'ની પીસીમાં નેતાઓ પર ફેંકાઇ શાહી

આ શખ્શે પોતાનો વિરોધ નોંધાવતા નારા લગાવ્યા કે તે ભાજપનો કાર્યકર્તા છે અને અણ્ણા હજારેનો સમર્થક છે. અણ્ણાએ કેજરીવાલને પોતાના નામ થકી પ્રચાર કરવાની ના કહી હતી છતાં કેજરીવાલની પાર્ટી અણ્ણા હઝારેનું નામ લઇ રહી છે, જેની સામે હું મારો વિરોધ નોંધાવી રહ્યો છું. આ શખ્શનું નામ નચિકેતા છે અને તે મહારાષ્ટ્રના અહમદનગરનો રહેનાર છે.

'આપ' નેતાઓ પર ફેંકાઇ શાહી

'આપ' નેતાઓ પર ફેંકાઇ શાહી

આ શખ્શનું કહેવું છે કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓએ અણ્ણા હઝારેની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને અનશન દરમિયાન મળેલા દાનનો કેજરીવાલે દુરપયોગ કર્યો છે. આ શખ્શે પોતાને ભાજપી કાર્યકર્તા ગણાવ્યો છે.

'આપ'ની પીસીમાં નેતાઓ પર ફેંકાઇ શાહી

'આપ'ની પીસીમાં નેતાઓ પર ફેંકાઇ શાહી

જોકે અરવિંદ કેજરીવાલને ગઇકાલે અણ્ણા હઝારે દ્વારા લખેલો એક પત્ર મળ્યો હતો, અને આજે પ્રેસ કોન્ફ્રેન્સમાં તેનો જ જવાબ આપ પાર્ટી આપી રહી હતી. પરંતુ પ્રેસ કોન્ફ્રેન્સ શરૂ થતા જ આ શખ્શે હોબાળો શરૂ કરી દીધો. જ્યારે દિલ્હી પોલીસે આરોપી શખ્શની ધરપકજ કરી લીધી છે અને તેની પૂછપરછ કરી રહી છે.

'આપ' નેતાઓ પર ફેંકાઇ શાહી

'આપ' નેતાઓ પર ફેંકાઇ શાહી

બીજી બાજુ ભાજપા નેતાઓએ આ શખ્શ જેનું નામ નચિકેતા જણાવે છે તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી તેમ કહી હાથ ઊંચા કરી દીધા છે, જ્યારે અરવિંદ કેજરીવાલે આ શખ્શને માફ કરી દીધો છે અને જણાવ્યું હતું કે આ કાવતરૂ ભાજપ અને કોંગ્રેસે મળીને રચ્યું છે.

English summary
High drama was witnessed today at Aam Aadmi Party convener Arvind Kejriwal's press conference when a man, claiming to be Anna Hazare supporter and BJP activist from Maharashtra, threw black paint on him and other party members present there.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X