'ઇસ્લામ કબૂલ કરો નહીંતર વિમાન ઉડાવી દઇશ'

આ વ્યક્તિએ એક મોબાઇલ ફોન બતાવતા કહ્યું કે તે વિમાન ઉડાવી દેશે. વિમાનમાં બેઠેલા બધા જ મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા.
દરમિયાનમાં એક એરહોસ્ટેસ તેને સમજાવવા ગઇ તો આ સખ્શે તેને તમાચો ચોડી દીધો. બાદમાં મુસાફરોએ આ વ્યક્તિને પકડી લઇ તેના પર કાબૂ મેળવી લીધો હતો. સાંજે લગભગ છ વાગ્યે જ્યારે વિમાન દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર પહોંચ્યું તો પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
જોકે આ શખ્શ કોણ હતો અને તે શું કરવા માગતો હતો અને તેની પાસે ખરેખર કોઇ વિસ્ફોટક હતા કે નહીં તે અંગેની તપાસ પાલીસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
