'રવિવારે મનીષ સિસોદિયાની ધરપકડ થશે', એક્સાઈઝ પૉલિસી કેસમાં કેજરીવાલનો દાવો

દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે અમારા સૂત્રોએ પુષ્ટિ કરી છે કે સિસોદિયાની કેન્દ્રીય તપાસ બ્યૂરો(સીબીઆઈ) દ્વારા રવિવારે ધરપકડ કરવામાં આવશે.'

નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિશે મોટુ નિવેદન આપ્યુ છે. કેજરીવાલનુ કહેવુ છે કે દિલ્લી એક્સાઈઝ પૉલિસી કેસમાં સિસોદિયાની ધરપકડ કરવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યુ, 'ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો દિલ્લી લીકર એક્સાઈઝ પૉલિસીના સંબંધમાં સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા છે. અમારા સૂત્રોએ પુષ્ટિ કરી છે કે સિસોદિયાની કેન્દ્રીય તપાસ બ્યૂરો(સીબીઆઈ) દ્વારા રવિવારે આ મામલે ધરપકડ કરવામાં આવશે.'

Arvind Kejriwal

એબીપી નેટવર્કના આઈડિયાઝ ઑફ ઈન્ડિયા શિખર સંમેલના બીજા સંસ્કરણમાં અરવિંદ કેજરીવાલે આ વાતો કહી. તેમણે કહ્યુ, સીબીઆઈએ મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યા છે. અમારા સૂત્રો કહી રહ્યા છે કે તેમની રવિવારે ધરપકડ કરવામાં આવશે. આ બહુ દુઃખદ છે. સીબીઆઈએ સિસોદિયાના ઘર પર દરોડા પાડ્યા, તેમના બેંક લૉકરોની સર્ચ કરી પરંતુ કંઈ નથી મળ્યુ. મનીષ સિસોદિયા એ વ્યક્તિ છે, જેણે દેશની આઝાદીના 75 વર્ષ પછી લોકોને એ આશા આપી છે કે તેમના બાળકોનુ સારુ ભવિષ્ય થઈ શકે છે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યુ કે, 'આજે દિલ્લીમાં ગરીબોના બાળકો ડૉક્ટર બની રહ્યા છે, એન્જિનિયર બની રહ્યા છે, વકીલ બની રહ્યા છે. એવામાં મનીષ સિસોદિયાને ખોટા કેસમાં ધરપકડ કરીને જેલમાં નાખી દેશો તો દેશ કેવી રીતે વિકાસ કરશે. કેજરીવાલે એમ પણ કહ્યુ કે પાર્ટી બનાવ્યા બાદ તેમને આશા નહોતી કે સરકાર બની જશે. જો તમે નિષ્ઠાપૂર્વક કામ કરો અને ભગવાનને સમર્પિત કરો, તો ભગવાન નક્કી કરે છે કે તમારુ આગળનુ પગલુ શું હશે.'

સીએમ કેજરીવાલે આગળ કહ્યુ કે, 'જો તમે તેને ખોટા કેસમાં પકડીને જેલમાં નાખશો તો દેશ કેવી રીતે આગળ વધશે? જો કોઈ દેશના રાજા ગરીબોના બાળકોને શિક્ષણ આપનારને જેલમાં મોકલે તો દેશની પ્રગતિ કેવી રીતે થશે? દેશ કેવી રીતે આગળ વધશે?' કેજરીવાલે એમ પણ કહ્યુ કે તેઓ સિસોદિયાને પહેલીવાર 29 ડિસેમ્બર 1999ના રોજ મળ્યા હતા, જ્યારે તેઓ આવકવેરા વિભાગમાં કામ કરતા હતા.

તમને જણાવી દઈએ કે દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે કહ્યુ હતુ કે સીબીઆઈએ તેમને 26 ફેબ્રુઆરીએ દિલ્લી લિકર એક્સાઇઝ પૉલિસી કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. અગાઉ, સીબીઆઈએ સિસોદિયાને 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે હાજર થવા કહ્યુ હતુ. જો કે, ગયા રવિવારે મનીષ સિસોદિયાએ એમ કહીને કે હાલમાં અમે બજેટ તૈયાર કરી રહ્યા છીએ માટે ફેબ્રુઆરીના અંતમાં જ હાજર થઈ શકશે કેન્દ્રીય એજન્સીને પૂછપરછ સ્થગિત કરવા વિનંતી કરી હતી.

જો કે, આ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં મનીષ સિસોદિયાને આરોપી બનાવવામાં આવ્યા નથી. ધરપકડ કરાયેલા બિઝનેસમેન વિજય નાયર અને અભિષેક ચાર્જશીટમાં નામ આપવામાં આવેલા સાત આરોપીઓમાં સામેલ છે. આ કેસમાં ગયા વર્ષે ઓગસ્ટમાં સીબીઆઈએ સિસોદિયાના બેંક લૉકરની તપાસ કરી હતી. જે બાદ સિસોદિયાએ દાવો કર્યો હતો કે તપાસકર્તાઓને તેમના લૉકરમાં કોઈ વાંધાજનક સામગ્રી મળી નથી.

સીબીઆઈના એક અધિકારીના જણાવ્યા મુજબ ગયા વર્ષે દિલ્લી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં 21 સ્થળોએ અનેક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સિસોદિયાના નિવાસસ્થાન અને ચાર સરકારી કર્મચારીઓના પરિસરનો સમાવેશ થાય છે. સીબીઆઈએ દિલ્લીના મુખ્ય સચિવ એલ-જી સક્સેનાને કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસની ભલામણ કરતા અહેવાલના આધારે આ મામલાની તપાસ હાથ ધરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X