ત્રીજીવાર પણ PM બની શકે છે મનમોહનસિંહ: આઝમ ખાન

azam Khan
નવી દિલ્હી, 12 એપ્રિલ: ઉત્તરપ્રદેશના કદાવરનેતા આઝમ ખાને જણાવ્યું કે પ્રધાનમંત્રી મનમોહનસિંહ ત્રીજીવાર પણ દેશના પ્રધાનમંત્રી બની શકે છે. આઝમ ખાને જણાવ્યું કે 2014માં યોજાનાર લોકસભા ચૂંટણી બાદ જો યુપીએ સત્તા પર રહે છે તો મનમોહનસિંહ ફરી દેશના પ્રધાનમંત્રી બનશે.

આઝમ ખાને એક સભામાં દાવા સાથે જણાવ્યું કે યુપીએમાં મનમોહનસિંહને પ્રધાનમંત્રી પદના દાવેદાર બનાવવા પર સહમતિ બનતી દેખાઇ રહી છે. આઝમ ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ પોતાને પ્રધાનમંત્રી તરીકે રજૂ કરવાના પ્રયત્નોમાં લાગ્યા છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.

બીજીબાજુ આઝમ ખાનના આ નિવેદન પર સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે જણાવ્યું કે આ આઝમખઆનનું વ્યક્તિગત નિવેદન હોઇ શકે છે. દેશની જનતા હવે કોંગ્રેસ, ભાજપાથી કંટાળી ચૂકી છે અને એક પાર્ટીની સરકાર ઇચ્છે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના નિવેદનોથી હંમેશા વિવાદોમાં રહેનાર સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને આ પહેલા એવું નિવેદન કર્યું હતું તેઓ પોતે દેશના પ્રધાનમંત્રી બનવા માંગે છે. શું એક મુસ્લીમ નેતા દેશનો પ્રધાનમંત્રી ના બની શકે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X