For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન સિંહે 2 ઓક્ટોબરે બોલાવી કેબિનેટની બેઠક

|
Google Oneindia Gujarati News

manmohan-singh
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર : એક સપ્તાહથી અમેરિકાની મુલાકાતે ગયેલા ભારતના વડાપ્રધાન મોનમોહન સિંહ 2 ઓક્ટોબરે ભારત પાછા ફરતાની સાથે જ કેબિનેટની બેઠકને બોલાવવાના છે. આ કેબિનેટ બેઠકમાં મુખ્યત્વે કલંકિત નેતાઓ અંગેના વટહુકમને પાછો ખેંચવા અંગે ચર્ચા કરશે અને તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવે તેવા પ્રયત્નો કરશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન અમેરિકાની મુલાકાતે હતા તે દરમિયાન શુક્રવારે રાહુલ ગાંધીએ આ વટહુકમને પાર્ટીના નિર્ણયની વિરુદ્ધ જઇને બકવાસ ગણાવ્યો હતો. રાહુલ ગાંધીના નિવેદન બાદ વડાપ્રધાને અમેરિકામાં જણાવ્યું હતું કે આ અંગે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે.

રાહુલ ગાંધીના નિવેદનને પગલે કેબિનેટ દ્વારા રાષ્ટ્રપતિવની મંજૂરી માટે મોકલવામાં આવેલા વટહુકમને પાછો ખેંચી લેવામાં આવે તેવી ચર્ચા શરૂ થઇ હતી. બીજી તરફ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ આ અંગે કોઇ નિર્ણય લીધો નથી.

આ વટહુકમ અનુસાર બે વર્ષની સજા ભોગવ્યા છતાં પણ જો જનપ્રતિનિધિ એટલે કે એમપી કે એમએલએ ત્રણ મહિનાની અંદર કોર્ટમાં અપીલ કરશે તો તેનો હોદ્દો નહીં જાય.

English summary
Manmohan Singh has called cabinet meeting on October 2
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X