મનમોહન સિંહે ભારત આવવા નવાઝ શરીફને આમંત્રણ આપ્યું

nawaz-sharif-manmohan-sing
નવી દિલ્હી, 13 મે : દિલ્હીમાં વડા પ્રધાન મનમોહન સિંહે શરીફને ઝળહળતો વિજય હાંસલ કરવા બદલ અભિનંદન આપ્યા છે અને ભારત આવવાનું તેમને આમંત્રણ પણ આપ્યું છે. વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે પણ પાકિસ્તાનની ચૂંટણીના પરિણામોને આવકાર આપ્યો છે.

નવાઝ શરીફ ત્રીજી અને વિક્રમસર્જક ત્રીજી વાર વડા પ્રધાન બનવા સજ્જ થઈ ગયા છે. તેમની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો છે અને સરસાઈમાં તેની સામે બીજો કોઈ પક્ષ ઉતરી શકે એમ નથી. ભારતે પાકિસ્તાનની ચૂંટણીના આ પરિણામને આવકાર્યું છે, કારણ કે ભારત સાથે શાંતિ પ્રક્રિયા ફરી શરૂ કરવાનું શરીફે વચન આપ્યું છે.

પાકિસ્તાનની સંસદીય ચૂંટણીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના નેતૃત્વવાળો મુસ્લીમ લીગ (નવાઝ) સૌથી મોટા વિજેતા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે અને શરીફ ત્રીજી વાર સત્તા હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યા છે. તે અગાઉ 1990 અને 1997માં વડા પ્રધાન પદે રહી ચૂક્યા છે. એ બંને વખતે એમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ વખતની ચૂંટણીમાં શરીફે પંજાબના સરગોધા મતવિસ્તારમાંથી જીત હાંસલ કરી છે.

પાકિસ્તાનમાં ગઈ કાલે શનિવારે રાષ્ટ્રીય ધારાસભા (લોકસભા)ની ચૂંટણી માટે મતદાન થયું હતું અને ત્યારબાદ સાંજથી જ શરૂ કરી દેવાયેલી મતગણતરીમાં મુસ્લિમ લીગ (નવાઝે) 107 બેઠકો પર જીત મેળવી છે તો ઈમરાન ખાનની પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીએ 32, શાસક પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ 28 અને મુત્તહિત કૌમી મૂવમેન્ટે 12 બેઠક જીતી છે. પરિણામો હજી આવી રહ્યા છે.

લાહોરમાં શનિવારે રાત્રે પાર્ટીનાં મુખ્ય કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતાં શરીફે કહ્યું હતું કે હું પાકિસ્તાનમાં પરિવર્તન લાવવા માગું છું. પરિવારજનોની હાજરીમાં અને કાર્યકર્તાઓ દ્વારા હર્ષનાદો વચ્ચે શરીફે એમ પણ કહ્યું હતું કે આપણે આપણા દેશના યુવાઓને જે વચનો આપ્યા છે તે પ્રત્યેક આપણે પરિપૂર્ણ કરીશું એવી હું તમને ખાતરી આપું છું. પરિણામો હજી આવી રહ્યા છે, પણ હવે એ નક્કી થઈ ગયું છે કે પીએમએલ-એન સૌથી મોટો પક્ષ બનશે.

શરીફે પોતાની સાથે કામ કરવા માટે અન્ય પક્ષોને આમંત્રણ પણ આપ્યું છે. ચૂંટણીમાં સાદી બહુમતી મેળવવા માટે રાષ્ટ્રીય ધારાસભાની 172 બેઠકો જીતવી પડે. રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણીમાં શનિવારે ઉત્સાહપ્રેરક મતદાન થયું હતું. સૌથી વધારે મતદાન શરીફના પંજાબ પ્રાંતમાં થયું હતું.

ભૂતપૂર્વ ક્રિકેટર ઈમરાન ખાને પેશાવર-આઈ બેઠક પરથી જીત હાંસલ કરી છે. ત્યાં મતગણતરી ચાલુ હતી એ જ દરમિયાન અવામી નેશનલ પાર્ટીના ઉમેદવારે પોતાની હાર સ્વીકારી લીધી હતી. ઈમરાનને 66,464 વોટ મળ્યા છે. શરીફને 19,125 વોટ મળ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X