For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mann Ki Baat: પીએમ મોદી આજે સવારે 11 વાગ્યે 'મન કી બાત' કરશે

Mann Ki Baat: પીએમ મોદી આજે સવારે 11 વાગ્યે 'મન કી બાત' કરશે

|
Google Oneindia Gujarati News

હરેક મહિનાના છેલ્લા રવિવારની જેમ આજે પણ પીએમ મોદી સવારે 11 વાગ્યે પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાત દરમ્યાન દેશને સંબોધિત કરશે. આ તેમનું 74મું સંબોધન હશે. આ દરમ્યાન તેઓ કોરોનાવાયરસના વધતા કેસ, ખેડૂત આંદોલન જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરી શકે છે.

modi

જણાવી દઈએ કે 3 ઓક્ટોબર 2014ના રોજ પીએમ મોદીના મન કી બાત પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. ત્યારથી સતત તેના પ્રસારણનો સિલસિલો ચાલુ છે. મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી જનતા સાથે રેડિયો દ્વારા મન કી બાત કરે છે. આ વિશેષ કાર્યક્રમ 18 ક્ષેત્રીય ભાષાઓ અને 33 બોલીઓમાં પણ પ્રસારિત કરાય છે. હાલમાં જ RTIમાં ખુલાસો થયો હતો કે આ કાર્યક્રમ પર 7.29 કરોડ રૂપિયા ખર્ચ થયા છે, જ્યારે આનાથી ઑલ ઈન્ડિયા રેડિયોને 30.28 કરોડનું રાજસ્વ પ્રાપ્ત થયું છે.

પરિવારના સભ્યના રૂપમાં ઉપસ્થિત છુંઃ પીએમ મોદી

પોતાના પાછલા કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે હું જ્યારે મન કી બાત કાર્યક્રમ કરું છું તો એવું લાગે છે જેમ કે તમારી વચ્ચે, તમારા પરિવારના સભ્યના રૂપમાં ઉપસ્થિત છું. તેમણે આ કાર્યક્રમમાં તિરંગાથી લઈ ક્રિકેટની પિચ સુધીનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે દિલહીમાં 26 જાન્યુઆરીએ તિરંગાનું અપમાન જોઈ દેશ બહુ દુખી થયો. અમારે આગામી સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનો છે.

આજે ત્રણ નગરપાલિકાની 88 સીટ સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટણીઆજે ત્રણ નગરપાલિકાની 88 સીટ સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટણી

English summary
Mann Ki Baat: PM Modi will address 'Mann Ki Baat' at 11 am today. પીએમ મોદી આજે સવારે 11 વાગ્યે 'મન કી બાત' કરશે
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X