આખરે યુપીના CM પદે બિરાજમાન થશે આ નેતા

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ માં પ્રચંડ બહુમત મળ્યા બાદ હવે ભાજપ માં મુખ્યમંત્રીનું નામ ફાઇનલ કરવાની જહેમત ચાલી રહી છે. ચૂંટણીના પરિણામો આવ્યા પછી તરત જ આ સવાલ સૌથી વધુ ચર્ચામાં છે અને ત્યારથી ભાજપ પાર્ટીમાં એક પછી એક બેઠકો યોજાઇ રહી છે, પરંતુ હજુ સુધી કોઇ નામ પર ફાઇનલ થયું નથી. સૂત્રોએ આપેલ તાજેતરની જાણકારી અનુસાર મોદી સરકારમાં મંત્રી મનોજ સિન્હાનું નામ આખરે ફાઇનલ કરવામાં આવ્યું છે.

uttar pradesh cm

યુપીના મુખ્યમંત્રી અંગે દિલ્હીમાં યોજાયેલી ભાજપની બેઠકમાં મનોજ સિન્હાનું નામ ફાઇનલ થઇ ચૂક્યું છે, આ અંગેની માત્ર ઔપચારિક જાહેરાત બાકી છે. મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ કેબિનેટ અંગેનો નિર્ણય પ્રદેશ અધ્યક્ષ કેશ મૌર્યા, સુનીલ બંસલ અને ઓમ માથુર લેશે.

અહીં વાંચો - ગોવામાં મનોહર પર્રિકરે જીત્યો વિશ્વાસ મત, 22 મત મેળવ્યાં

આ સાથે જ એવી પણ ખબર આવી છે કે, 18 માર્ચના રોજ લખનઉમાં ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે, જેમાં ચર્ચા-વિચારણા બાદ મુખ્યમંત્રીના નામની ઘોષણા કરવામાં આવશે. આ બેઠકમાં સુપરવાઇઝર તરીકે વેકૈંયા નાયડુ તથા ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે. ખાસ વાત એ છે કે, 18 માર્ચનો દિવસ ભાજપ વિજય ઉત્સવના રૂપમાં ઉજવશે. દિવસ ભર દરમિયાન જિલ્લામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામા આવશે, જેમાં સાંસદોથી માંડીને પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.

English summary
Union telecom Minister and a member of the Lok Sabha from Ghazipur, Manoj Sinha has now become the BJP’s most likely choice for the position of Chief Minister in Uttar Pradesh.
Please Wait while comments are loading...