કૈલાશ માનસરોવરની યાત્રા આ વર્ષે 9 જૂનથી શરૂ થશે

Posted By:
Subscribe to Oneindia News

પિથૌરાગઢ, 9 જાન્યુઆરી: દર વર્ષે યોજાનારી કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે નવ જૂનના રોજ શરૂ થશે. વિદેશ મંત્રાલયે ચીન સરકાર અને અન્ય એજન્સીઓ સાથે વાતચીત કરી યાત્રાને નવ જૂનથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગત વર્ષે ઉત્તરાખંડમાં જૂનના મધ્યમાં અચાંક આવેલા પુરથી આ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી.

કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર દીપક રાવતે જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી નવી દિલ્હીથી 12 જૂનના રોજ કુમાઉ પહોંચશે અને 13 જૂનના રોજ ધારચુલાના આધારે શિવિર પહોંચશે. યાત્રા નવ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. તેમને જણાવ્યું હતું કે આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા માટે 60-60 શ્રદ્ધાળુઓની 18 ટુકડીને મોકલવામાં આવશે દરેક ટુકડીની યાત્રા 22 દિવસની રહેશે.

mansarovar-yatra

દીપક રાવતે કહ્યું હતું કે દરેક શ્રદ્ધાળુને આ યાત્રા માટે ભારતીય પર્વતીય પ્રદેશ પર 32 હજાર રૂપિયા આપવાના રહેશે જ્યારે ચીની પર્વતીય પ્રદેશમાં અધિકારીઓને 901 અમેરિકન ડોલર ચૂકવવાના રહેશે. તેમને કહ્યું હતું કે આ વર્ષે યાત્રાના માર્ગમાં કોઇ પરિવર્તન કરવામાં આવશે નહી અને આ કાઠગોદામ, અલ્મોડા, દાનિયા, પિથૌરાગઢ, ધારચૂલા, સિરખા, ગાલા, બૂંદી, ગુમટી, કાલાપાની, નાભીડાંગા અને લિપુલેખ દર્રાથી પસાર થશે.

English summary
The annual Kailash Mansarowar yatra, which involves circumambulation of Mount Kailash and Mansarovar lake in Tibet, will commence from June 9 this year.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.