For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 કલાકમાં થઈ હવામાનમાં હલચલ, દેશના આ ભાગોમાં ભારે વરસાદની સંભાવના

દેશભરના હવામાનમાં છેલ્લા 24 કલાકમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ છે.

|
Google Oneindia Gujarati News

દેશભરના હવામાનમાં છેલ્લા 24 કલાકમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ છે. વળી, પંજાબ, હરિયાણા, દિલ્લી-એનસીઆરના અમુક ભાગોમાં વરસાદ થયો અને ઉત્તર પ્રદેશના પશ્ચિમી ભાગોમાં કરાવૃષ્ટિ સાથે વરસાદ થયો.

વરસાદ અને હિમવર્ષાની સંભાવના

વરસાદ અને હિમવર્ષાની સંભાવના

સ્કાઈમેટના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે. અરુણાચલ પ્રદેશમાં વરસાદ અને બરફની ગતિવિધિઓમાં વધારો થવાની સંભાવના છે. પૂર્વ અસમ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરના અમુક ભાગોમાં વરસાદ થઈ શકે છે.

અહીં થશે વરસાદ

અહીં થશે વરસાદ

તમિલનાડુમાં એક કે બે જગ્યાએ ભારે વરસાદ સાથે અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કેરળમાં પણ એક કે બે જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ કર્ણાટક અને દક્ષિણ આંધ્ર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ભારતના અમુક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ઓડિશાના અમુક ભાગોમાં ધૂમ્મસની સંભાવના છે. દિલ્લી પ્રદૂષણ સંતોષજનકથી મધ્યમ શ્રેણીમાં હશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 2 દિવસ પહેલા ડિટેઈન કરેલી 2 કરોડની પોર્શે 911 કાર પર 9.80 લાખનો દંડઆ પણ વાંચોઃ અમદાવાદમાં 2 દિવસ પહેલા ડિટેઈન કરેલી 2 કરોડની પોર્શે 911 કાર પર 9.80 લાખનો દંડ

નહિ પડે વધુ ઠંડી

નહિ પડે વધુ ઠંડી

જે લોકો કડાકાની ઠંડી માટે અત્યારથી ચિંતમાં છે તેમણે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણકે આ વખતે કડાકાની ઠંડી પડવાની નથી. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ શુક્રવારે જણાવ્યુ કે આ વર્ષે ઠંડીમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે તાપમાન સામાન્યથી થોડુ વધુ રહેશે. જો કે દેશના ઉત્તરી ભાગોમાં ઠંડી પહેલાની જેમ જ રહેશે. જેના કારણે દર વખતની જેમ કડાકાની ઠંડી નહિ પડે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે લઘુત્તમ તાપમાન સામાન્યથી થોડુ વધુ રહેશે. આઈએમડી વિભાગે આ વાત આ સિઝન માટે જારી કરેલ પોતાના હવામાન પૂર્વાનુમાનની માહિતીમાં કહી છે. હવામાન વિભાગે જણાવ્યુ કે આ વખતે દેશમાં તાપમાન પહેલાની સરખામણીમાં વધુ રહેવાની સંભાવના છે.

માત્ર અહીં પડશે જોરદાર ઠંડી

માત્ર અહીં પડશે જોરદાર ઠંડી

હવામાન વિભાગે પોતાના પૂર્વાનુમાનમાં કહ્યુ છે કે આ વર્ષે ઠંડીમાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે. ઉત્તર ભારતને છોડીને મોટાભાગના હિસ્સામાં લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે જેનાથી દેશમાં ઠંડીની ઋતુ સામાન્યથી ગરમ રહેવાના સંકેત મળે છે. આ સાથે જ હવામાન વિભાગે ઠંડીવાળા વિસ્તારોમાં આ ત્રણ મહિનામાં શીત લહેરની સંભાવનાથી પણ ઈનકાર કર્યો છે. આ ક્ષેત્રોમાં ઉત્તરાખંડ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્લી, પંજાબ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગાના, જમ્મ્ કાશ્મીર, હરિયાણા અને રાજસ્થાનના હવામાન ડિવિઝન, લદ્દાખ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ અને સૌરાષ્ટ્ર શામેલ છે.

English summary
many changes in weather in country, high alert for rain in some places.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X