નરેન્દ્ર મોદી સહીત ઘણા નેતા PM બનવા લાયક: મેનકા ગાંધી

maneka gandhi
રાંચી, 4 ફેબ્રુઆરી: વન્ય જીવોની રક્ષા માટે પ્રસિદ્ધ મેનકા ગાંધીએ સોમવારે જણાવ્યું કે બીજેપી એવી પાર્ટી છે જેમાં પ્રધાનમંત્રી પદ માટે નેતાઓની કોઇ ઓછપ નથી. વર્તમાન સમયમાં બીજેપીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહીત ઓછામાં ઓછા છ-સાત લોકો એવા સિનિયર નેતા છે જેમનામાં પ્રધાનમંત્રી બનવાની યોગ્યતા છે.

ગોવંશ પર આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપવામાં આવેલી મેનકા ગાંધીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીમાં પ્રધાનમંત્રી બનવાના બધા જ ગુણ છે. તેમની જેમ પાર્ટીમાં અન્ય પણ અડધા ડઝન સિનિયર નેતા પણ છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે બીજેપીના શ્રેષ્ઠ નેતૃત્વમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટે જે પણ નિર્ણય થશે તેની સાથે તેઓ સહમત હશે.

જ્યારે તેમને એ પ્રશ્ન કરવામાં આવ્યો કે એનડીએના ઘટકદળ જેડીયુને મોદીના નામ પર આપત્તિ છે, જેના જવાબમાં મેનકા ગાંધીએ જણાવ્યું કે એ જેડીયુની પોતાની સમસ્યા છે. બીજેપી નેતાઓએ તો હમણા પોતાની પાર્ટીને મજબૂત કરવા તરફ ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

જોકે ભાજપમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઇને અટકળો વચ્ચે પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહે પાર્ટી કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે કે તેઓ આ મુદ્દે કોઇ ચર્ચા ના કરે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે સોમવારે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને જણાવ્યું કે તે પીએમ પદને લઇને કોઇ નિવેદનબાજી ના કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X