For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ ભાગદોડની આશંકાના પગલે 14 મિનિટમાં જ ખતમ કર્યુ ભાષણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળની ઠાકુરનગરમાં એક જનસભાને સંબોધિત કરી. આ રેલીમાં એટલી ભીડ હતી કે ભાગદોડ જેવી સ્થિતિ ઉત્પન્ન થવા પર પીએમ મોદીએ ભાષણ 14 મિનિટમાં જ ખતમ કરી દીધુ.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળની ઠાકુરનગરમાં એક જનસભાને સંબોધિત કરી. આ રેલીમાં એટલી ભીડ હતી કે ભાગદોડ જેવી સ્થિતિ ઉત્પન્ન થવા પર પીએમ મોદીએ ભાષણ 14 મિનિટમાં જ ખતમ કરી દીધુ. ભારે ભીડ જોઈને ગદગદ થયેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે આજની રેલીનું દ્રશ્ય જોઈ તેમને સમજાઈ ગયુ છે કે દીદી હિંસા પર કેમ ઉતરી આવી છે. પ્રધાનમંત્રીની રેલીમાં ભીડ એટલી વધારે હતી કે ભાગદોડ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ. ત્યારબાદ તેમણે માત્ર 14 મિનિટમાં પોતાનું ભાષણ સમાપ્ત કરવુ પડ્યુ.

pm modi

મીડિયામાં ચાલી રહેલા સમાચારો મુજબ ઠાકુરનગરની રેલીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. જ્યારે પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે ભીડના કારણે ઘણા લોકો એકબીજા સાથે ધક્કામુક્કી કરવા લાગ્યા. ત્યારબાદ પીએમ મોદીએ તેમને ધક્કા મુક્કી ન કરવા માટે કહ્યુ. તેમણે કહ્યુ કે કાર્યકર્તાઓના ઉત્સાહથી આ જગ્યા ઓછી પડી ગઈ અને મેદાન નાનુ પડી ગયુ. આનાથી લોકોને અસુવિધા થઈ રહી છે. પીએમ મોદીએ લોકોને ધક્કામુક્કી ન કરવાનો અનુરોધ કરતા કહ્યુ કે તમે જ્યાં છો ત્યાં જ રહો.

ત્યારબાદ પણ જ્યારે સ્થિતિ સંભાળાતી ન દેખાઈ તો પીએમ મોદીએ 14 મિનિટમાં જ પોતાનું ભાષણ ખતમ કરી દીધુ. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળ રેલી દ્વારા મમતા બેનર્જીને નિશાને લેતા કહ્યુ કે પશ્ચિમ બંગાળની હાલત બહુ જ ખરાબ છે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે, 'આપણા દેશમાં ઘણી વાર દેવામાફીનું રાજકારણ રમીને ખેડૂતોની આંખમાં ધૂળ નાખવાની કોશિશ કરવામાં આવી છે. રાજકીય દળોએ લાભ ઉઠાવ્યો છે.'

બજેટનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે આ બજેટ તો એક શરૂઆત માત્ર છે હજુ તો નવી સરકાર બન્યા બાદ જ્યારે પૂર્ણ બજેટ આવશે તો ખેડૂતો, યુવાનોની તસવીર સાફ થઈ જશે. કાલે બજેટમાં જે ઘોષણાઓ કરવામાં આવી તેનાથી દેશના 12 કરોડથી વધુ નાના ખેડૂત પરિવારો, 30-40 કરોડ શ્રમિકો, મજૂર ભાઈ બહેનો અને 3 કરોડથી વધુ મધ્યમ વર્ગના પરિવારોને સીધો લાભ મળશે.

આ પણ વાંચોઃ ફોટો વાયરલ થયા બાદ સુસાઈડ કરવા ઈચ્છતી હતી જયા પ્રદા, ખોલ્યા મોટા રાઝઆ પણ વાંચોઃ ફોટો વાયરલ થયા બાદ સુસાઈડ કરવા ઈચ્છતી હતી જયા પ્રદા, ખોલ્યા મોટા રાઝ

English summary
many peoples are injured during PM Modi's Durgapur rally in West Bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X