For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરાઠા અનામત પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર, મહારાષ્ટ્ર સરકારને નોટિસ

મરાઠા અનામત મામલે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે દાખલ કરેલ અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ જેમણે અનામત પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો.

|
Google Oneindia Gujarati News

મરાઠા અનામત મામલે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે દાખલ કરેલ અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે આ મામલે સુનાવણી દરમિયાન અનામત પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે શિક્ષણ સંસ્થાન અને સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે મરાઠાના અનામતને ખતમ કરવાની અપીલ પર સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટે આ મામલે મહારાષ્ટ્ર સરકારને નોટિસ મોકલીને બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે. આ મામલે આગામી સુનાવણી બે સપ્તાબ બાદ થશે. અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ કે મરાઠા અનામત રેસ્ટ્રોસ્પેક્ટિવ પ્રભાવથી લાગુ નહિ થાય. વાસ્તવમાં એક એનજીઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી કે અદાલતે અનામત માટે 50% ની સીમા નક્કી કરી હતી એવામાં હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટની વિરુદ્ધમાં છે.

supreme court

આ પહેલા બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને રાજ્યમાં મરાઠાઓને 16 ટકાની જોગવાઈને બંધારણીય પડકાર આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આના પર ચુકાદો સંભળાવીને અનામતને બંધારણીય ગણાવ્યુ પરંતુ તેની સીમા ઘટાડી દીધી હતી. અદાલતે 16ની જગ્યાએ શિક્ષણ સંસ્થાઓમાં 13 અને સરકારી નોકરીઓમાં 12 ટકા અનામત આપવાના નિર્દેશ આપ્યા હતા.

પહેલા 16 ટકા અનામત હતુ, હાઈકોર્ટના આદેશ પર સુધારા બિલ પાસ થયુ

મરાઠા સમાજને 16 ટકા અનામત આપવાનું બિલ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પાસ કરવામાં આવ્યુ હતુ. રાજ્યના બંને ગૃહમાં મરાઠા અનામત બિલ સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યુ હતુ. આમાં શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મરાઠા સમાજ માટે 16 ટકા અનામત નક્કી કરવાની વાત કહેવામાં આવી હતી. મરાઠા સમાજને આ અનામત સ્ટેડ બેકવર્ડ ક્લાસિસ કમિશન હેઠળ આપવાની જોગવાઈ હતી. મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં મરાઠા સમાજને અનામતની માંગ માટે ઘણા આંદોલન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Pics: ચૂપચાપ નવાબની બેગમ બની પૂજા બત્રા, હનીમુનના ફોટાએ ખોલ્યો રાઝઆ પણ વાંચોઃ Pics: ચૂપચાપ નવાબની બેગમ બની પૂજા બત્રા, હનીમુનના ફોટાએ ખોલ્યો રાઝ

English summary
Maratha Reservation case: Supreme Court to hear the appeal for quashing of Maratha reservation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X