For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#2GScam : મનમોહન સિંહે કહ્યું ખોટો પ્રચાર કરનારને મળ્યો જવાબ

2જી કૌભાંડ મામલે આજે વિશેષ અદાલતે જ્યાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ત્યાં જ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આ મામલે પ્રતિક્રિયા આપી છે. જે અંગે વિતગવાર જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

દેશના બહુચર્ચિત 2જી કૌભાંડમાં આજે ચુકાદો આવ્યો છે. વિશેષ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના આ નિર્ણય પછી કોંગ્રેસીઓના ચહેરા ખુશ છે. વધુમાં કોર્ટના નિર્ણય પછી ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે એનડીએ પર પોતાનો નિશાનો સાંધ્યો છે. મનમોહન સિંહે કહ્યું કે આ તમામ આરોપ ખોટી નિયતથી લગાવવામાં આવ્યા હતા. આ નિર્ણય પોતાનામાં બધુ જ કહી દે છે. તેણે ખરાબ પ્રચાર કરનારને જવાબ આપ્યો છે. વધુમાં મનમોહન સિંહે કહ્યું કે 2Gને લઇને યુપીએની વિરુદ્ધ પ્રોપેગેંડા ફેલાવવામાં આવ્યો છે.

manmohan singh

વધુમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આ નિર્ણય પછી ભાજપ પર પણ આક્ષેપ કર્યો છે. મનમોહન સિંહે કહ્યું કે કોર્ટે આ મામલે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. નોંધનીય છે કે આ 2જી કૌભાંડને ટેલિકોમ ક્ષેત્રનો સૌથી મોટો કૌભાંડ માનવામાં આવતો હતો. અને માનવામાં આવતું હતું કે આ કૌભાંડ દ્વારા દેશને 1 લાખ 76 હજાર કરોડ રૂપિયાનું નુક્શાન થયું છે. વધુમાં આ કૌભાંડ વર્ષ 2008માં થયું હતું જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર સત્તામાં હતી. 2010ના કેગના રિપોર્ટમાં આ અંગે ખુલાસો થયો હતો. અને આજે આ પર વિશેષ કોર્ટનો ચુકાદો બહાર આવ્યો છે. જેમાં પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

English summary
Massive propaganda against UPA was without any foundation, manmohan singh on 2G Scam Verdict.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X