લોહશાહી બચાવો રેલીમાં સોનિયા-રાહુલની થઇ અટક બાદમાં છોડાયા

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

લોહશાહી બચાવો રેલીમાં સોનિયા-રાહુલની થઇ અટક બાદમાં છોડાયા

લોહશાહી બચાવો રેલીમાં સોનિયા-રાહુલની થઇ અટક બાદમાં છોડાયા

શુક્રવારે કોંગ્રેસ દ્વારા જંતર મંતરથી સંસદ સુધી લોકતંત્ર બચાવો રેલી નીકાળવામાં આવી હતી. જેમાં એ.કે. એન્ટોની, મનમોહનસિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સમેત તમામ મોટા કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા હતા. જોકે સોનિયા અને રાહુલ દ્વારા સંસદ ભવનનો ધેરાવો કરતા પોલિસે તેમની અટક કરી હતી. અને જે બાદ તેમને છોડવામાં પણ આવ્યા હતા. નોંધનીય છે કે આ રેલીની શરૂઆતમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર અનેક તીક્ષ્ય આરોપો મૂક્યા હતા. સોનિયાએ કહ્યું હતું કે મને જીવનને લડતા જ શીખવ્યું છે. અને જ્યારે જ્યારે લોહશાહીને નાબુદ કરવાનો પ્રયાસ કરાશે અમે લડત આપતા રહીશું.

ગાંધીનગરની સત્તા આવી ભાજપના હાથમાં, પ્રવીણ પટેલ બન્યા મેયર

ગાંધીનગરની સત્તા આવી ભાજપના હાથમાં, પ્રવીણ પટેલ બન્યા મેયર

ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેને 16-16 બેઠકો મળતા ટાઇ પડી હતી. પણ છેલ્લા સમયે કોંગ્રેસના પ્રવીણ પટેલ અને દેવેન્દ્ર ચાવડા ભાજપમાં જોડાતા ગાંધીનગર મ.ન.પાની સત્તા ભાજપના હાથમાં ગઇ હતી. અને 17-15 બેઠકો સાથે ભાજપના પ્રવીણ પટેલ ગાંધીનગરના મેયર બન્યા હતા. નોંધનીય છે કે પ્રવીણ પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા બન્ને જૂથો વચ્ચે હાથાફાઇ પણ થઇ હતી.

પત્નીએ પતિને નગ્ન કરી ચખાડ્યો મેથીપાક પતિએ નોંધાવી ફરિયાદ

પત્નીએ પતિને નગ્ન કરી ચખાડ્યો મેથીપાક પતિએ નોંધાવી ફરિયાદ

સુરતના ઉધનામાં પત્નીએ પતિને નગ્ન કરીને માર માર્યો હોવાની વિગતો બહાર આવી છે. ઉધના વિસ્તારમાં આવેલા વિષ્ણુનગરમાં રહેતા અશોક ભગવાન પાટીલ કેબલની ઓફિસમાં ટેક્નિશિયનનું કામ કરે છે. અશોક ગતરાત્રે ઘરમાં સૂતો હતો તે દરમિયાન પિયરે ગયેલી પત્ની વહેલી સવારે આવી આડાસંબંધના વહેમના કારણે પતિને નગ્ન કરીને ગુપ્તાંગના ભાગે ઇજા પોહંચાડીને માર માર્યો હતો. હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અશોકની વાત સાંબળીને ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા.

નિષ્ઠુર માતા પાંચ દિવસની નવજાત બળકીને ત્યજીને જતી રહી

નિષ્ઠુર માતા પાંચ દિવસની નવજાત બળકીને ત્યજીને જતી રહી

ભાવનગરમાં એક માતા પોતાની નવજાત બાળકીને ત્યજીને જતી રહી છે. સરકારી હોસ્પિટલના જનરલ વોર્ડમાં 5 દિવસની તાજી જન્મેલી બાળકી જોવા મળી હતી. આ બાળકીની આસપાસ તેમની માતા કે પરિવારના અન્ય કોઈ સભ્યો જોવા મળ્યા ન હતા. આ અંગે સામાજિક કાર્યકરને માહિતી મળતા હોસ્પિટલના સત્તાવાળાને તેમજ પોલીસને જાણ કરી હતી. નવાઈની વાત એ છે કે આ હોસ્પિટલમાં સીસી ટીવી કેમેરા લગાડવામાં આવ્યા નથી. જો આ હોસ્પિટલમાં સીસી ટીવી કેમેરા હોત તો 5 દિવસની તાજી જન્મેલી બાળકીને કઈ સ્ત્રી મૂકીને જતી રહી તે વિગતો જાણવા મળી હોત.

તમારી દિકરીને પતાવી નાખી છે, બોલો લાશ ક્યાં પહોંચાડું?

તમારી દિકરીને પતાવી નાખી છે, બોલો લાશ ક્યાં પહોંચાડું?

ગાંધીધામના સપનાનગર ખાતે કાનજી લાલજી વાઘેલા નશો કરીને ઘેર આવ્યો હતો અને પત્નીને આડા સંબંધોના મુદ્દે નિશાન બનાવીને ફટકારી હતી. કાનજીની પત્ની જુદા જુદા ઘરના કામ કરીને તેનુ તથા પોતાના બાળોકનું ગુજરાન ચલાવતી હતી. પત્નીની હત્યા કર્યા બાદ કાનજીએ પોતાના સસરાને નફ્ફટ થઈને કહ્યું હતું કે મે તમારી દિકરીને પતાવી નાખી છે, બોલો લાશ ક્યાં પહોંચાડું ? બીજી બાજુ કાનજીએ જાતે કોઇ દવા પી લઇ બી-ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચીને બનાવ સબંધે જાણ કરતાં પ્રથમ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

સિંહસ્થ કુંભ મેળામાં વાવાઝોડા અને તોફાનના કારણે 7 લોકોની થઇ મોત

સિંહસ્થ કુંભ મેળામાં વાવાઝોડા અને તોફાનના કારણે 7 લોકોની થઇ મોત

ગુરુવાર સાંજે વાવાઝોડા સાથે થયેલ ભારે વરસાદના કારણે ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભ મેળાના અનેક પંડાલ પડ્યા હતા. વળી આ ધટનામાં 7 લોકોની મોત થયાના સમાચાર આવ્યા છે અને લગભગ 80 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવારને બે લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા વળતર આપવાનું જાહેર કર્યું છે.

NIAનો ખુલાસો દાઉદે રચ્યું મોદી સરકાર સામે કાવતરું

NIAનો ખુલાસો દાઉદે રચ્યું મોદી સરકાર સામે કાવતરું

રાષ્ટ્રીય તપાસ આયોગે દાવો કર્યો છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમે ભાજપ અને મોદી સરકારને નબળી બનાવવા માટે ભારતમાં ધાર્મિક નેતાઓ, આરએસએસના નેતાઓ અને ચર્ચ પર હુમલાઓ કરાવ્યા હતા. જેના કારણે ભારતના લોકોની સદ્દભાવના બગડે અને સાંપ્રદાયિક હિંસા વધે. એનઆઇએ આ મામલે એક ચાર્જશીટ પણ દાખલ કરવાની છે. નોંધનીય છે કે ગુજરાતના ભરુચમાં 2 નવેમ્બર 2015ના રોજ બે આરએસએસ નેતાઓને મારવામાં આવ્યા હતા. તેમના શાર્પશૂટરે પણ કંઇક આવી જ વાતનો રદિયો આપ્યો હતો.

દેશનો ખોટો નક્શો બતાવા પર 100 કરોડનો દંડને જેલ

દેશનો ખોટો નક્શો બતાવા પર 100 કરોડનો દંડને જેલ

ભારતનો ખોટો નક્શો બતાવા પર તમને થઇ શકે છે 100 કરોડ રૂપિયા સુધીનો દંડ અને સાત વર્ષ સુધી સજા. હાલમાં જ કેટલીક સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ દ્વારા જમ્મુ કાશ્મીર ઉરુણાચલ પ્રદેશને પાકિસ્તાન અને ચીનના ભાગ બતાવવામાં આવ્યા હતા. જો કે જે બાદ સરકારે પોતાના નિયમોને સખ્ત કર્યા છે જેથી કરીને કોઇ પણ આ રીતની ખોટી ભૂલ ના કરી શકે.

દેશમાં 22 યુનિ. નકલી છેઃ સ્મૃતિ ઇરાની

દેશમાં 22 યુનિ. નકલી છેઃ સ્મૃતિ ઇરાની

રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં સ્મૃતિએ જણાવ્યું કે 22 યુનિવર્સિટી નકલી છે. યુજીસીએ નકલીની યાદીમાં મૂકેલ યુનિ.નાં તેમણે નામ જાહેર કર્યાં હતાં. જેમાં ઉત્તર પ્રદેશની 9, દિલ્હીની 5, અને પશ્ચિમ બંગાળની 2 યુનિ.નો સમાવેશ થાય છે. યાદીમાં બિહાર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશાની એક એક યુનિવર્સિટી પણ સામેલ છે.

ઓગસ્ટા વેસ્ટલેંડઃ સ્વામી પર સવાલ ઉઠાવ્યા કોંગ્રેસે

ઓગસ્ટા વેસ્ટલેંડઃ સ્વામી પર સવાલ ઉઠાવ્યા કોંગ્રેસે

ઓગસ્ટા ડીલ મામલે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રાજ્યસભામાં નવા નવા ખુલાસા કર્યા છે. ઉપરાંત પોતાની પાસે ઓગસ્ટા વેસ્ટલેંડ ડીલના પુરાવા હોવાનો સ્વામીએ દાવો કર્યો હતો. ત્યારે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે સ્વામી પાસે સંવેદનશીલ દસ્તાવેજો આવ્યા ક્યાંથી.

દિલ્હીઃ પોલીસે 'લોકતંત્ર બચાવો' રેલીને રોકી

દિલ્હીઃ પોલીસે 'લોકતંત્ર બચાવો' રેલીને રોકી

ઓગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ અને અન્ય મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા જંતર મંતરથી સંસદ સુધીની રેલી કાઢવામાં આવી. જો કે દિલ્હી પોલીસે પાર્લામેન્ટ સ્ટ્રીટ પર જ રેલીને રોકી દીધી હતી. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર શરૂ હોવાના કારણે સંસદની આજુબાજુના વિસ્તારમાં કલમ 144 લાગુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X