મોદીએ મોડી મોડી કરી દલિતો પર ટિપ્પણી, તેમાંય લોકોએ કહ્યું "કેમ બોલ્યા?"
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન તેવા નરેન્દ્ર મોદીએ મોડે મોડે જ પણ ઉના દલિત પ્રકરણે તે ચોટદાર ટિપ્પણી કરી ખરા. વડાપ્રધાને કહેવાતા ગૌરક્ષકો પર બરાબરના વરસ્યા અને તેમણે કહ્યું કે આવા કહેવાતા ગૌરક્ષકો સામે કડક કાર્યવાહી થવી જ જોઇએ. એટલું જ નહીં મોદીએ તો ત્યાં સુધી કહી દીધુ કે "મારા દલિત ભાઇઓને નહીં, મને ગોળી મારો" આ ઉપરાંત મોદીએ કહ્યું કે સમાજની એકતા આપણી પ્રાથમિકતા હોવી જોઇએ. અને દલિતો પર હત્યાચાર બિલકુલ પણ સહન નહીં કરવામાં આવે.
નોંધનીય છે કે ઉના પ્રકરણને લાંબો સમય થઇ ગયો છે. અને જ્યારે આ પ્રકરણના દેશની સંસદમાં પડ્યા ત્યારથી જ વડાપ્રધાન તરીકે અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરીકે મોદી પાસેથી આશ રાખવામાં આવી રહી હતી કે તે આ અંગે ટિપ્પણી કરે. જો કે મોદીની આ ટિપ્પણી સાથે જ વિવાદ પણ ચાલુ થઇ ગયો છે આરએસએસથી લઇને માયાવતી તમામ તેમનો વિરોધ કરી રહ્યા છે. તો મોદીની આ ટિપ્પણી પણ કોણે કોણે કેવી કેવી પ્રતિક્રિયા આપી તે વિષે વાંચો અહીં....

સૌથી પહેલા મોદીએ શું કહ્યું?
મોદીએ કહ્યું કે કેટલાક લોકો ભારતની એકતાને તોડવા માંગે છે. તે ગૌરક્ષાના નામે સમાજને તોડી રહ્યા છે. તેમ સંવિધાનમાં આપેલા નિર્દોશો પ્રમાણે ગૌરક્ષા કરો. પણ ખરેખરમાં 80 ટકા લોકો અસમાજીક કાર્યોની સાથે જોડાયેલા છે અને તે ગૌરક્ષાના નામે આવા તે ગૌરક્ષક હોવાનો ઢોંગ કરે છે.

રૂપાણી કે પછી યુપીની ચૂંટણી
જો કે મોદીના મોડે મોડે આ અંગે ટિપ્પણી કરતા અનેક સવાલો લોકોના મનમાં ઊભા થયા છે. કેમ આનંદીબેન હતા ત્યારે ઉના પ્રકરણે મોદી ચુપ હતા? શું રૂપાણીના આવતા જ તેમને આ વાત યાદ આવી કે પછી ઉત્તર પ્રદેશની ચૂંટણીએ તેમને આ અંગે મજબૂર કર્યા? જો કે કંઇક આવા જ સવાલો સાથે અન્ય લોકો પણ મોદીનો વિરોધ કરી રહ્યા છે...

VHPની ચેતવણી
સૌથી પહેલા તો આ વાતે વીએચપીએ વિરોધ નોંધાવતા કહ્યું કે મોદીની આ ટિપ્પણી 2019ના લોકસભા ચૂંટણીમાં ભાજપને ભારે પડી શકે છે. વીએસપીના ગુજરાત યુનિટે પોતાના નિવેદનમાં કહ્યું કે રાતમાં સમાજવિરોધ અને દિવસમાં ગૌરક્ષક પ્રધાનમંત્રીની આ ટિપ્પણી ગૌરક્ષકોનું અપમાન છે. જે લોકો ગાયને મારે છે તેમને ગુંડા નથી કહેવામાં આવતા. વધુમાં તેમણે કહ્યું કે અમદાવાદની ગૌરક્ષક ગીતા રાંબિયાને બે વર્ષ પહેલા મારી નાખવામાં આવી હતી ત્યારે તમારું આ હદય પરિવર્તન ક્યાં ગયું હતું?

મોદીનું ભાષણ ખાલી, બોલવા ખાતર: માયાવતી
તો બસપા પ્રમુખ માયાવતી આ મોદીની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે બે વર્ષથી મોદી આ મામલે ચુપ કેમ હતા? અને હવે તેમની આંખો કેવી રીતે ખુલી ગઇ! વધુમાં માયાવતીએ કહ્યું કે આ બધુ ભાજપની ચાલ છે. અને ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોની ચૂંટણીને જોતા આ તમામ વાતો બોલવામાં આવી રહી છે.

અખિલેશ યાદવ
તો બીજી તરફ અખિલેશ યાદવે પણ કહ્યું કે ગાયના મુદ્દે રાજનિતી ના થવી જોઇએ. વધુમાં અખિલેશે કહ્યું કે ગાયો ખેડૂતો પાસે છે ભાજપ પાસે ગાય નથી. તો આ પ્રકરણે તે રાજનીતિ કરવાનું રહેવા દે.

RSS કર્યો મોદીનો બચાવ
જો કે આ મામલે આરએસએસ મોદીના સમર્થનમાં આવી છે. આરએસએસ એ કહ્યું છે કે દેશના વિભન્ન વિસ્તારોમાં દલિત લોકો પણ હત્યાચાર થઇ રહ્યા છે જેનો રાષ્ટ્રિય સ્વયં સેવક સંધ કડક શબ્દોમાં નિંદા કરે છે. કાનૂનને હાથમાં લેવું અને કોઇને પીડા પહોંચાડવી ખરેખરમાં અમાનવીય છે. અને આવું કરનાર દોષીઓને કડક સજા થવી જોઇએ.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
