મોદી PM બનશે તો રમખાણોની આગમાં ભડકશે દેશ: માયાવતી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

હરદોઇ, 10 એપ્રિલ: બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ ભારતીય જનતા પાર્ટી પર હુમલો કરતાં જનતાને સચેત કરતાં કહ્યું કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો દેશ રમખાણોની આગમાં નાખી દેવામાં આવશે.

માયાવતીએ કોંગ્રેસને પણ ધનિકોના હાથમાં રમનારી પાર્ટી ગણાવી હતી અને કહ્યું હતું કે ધનકુબેરોના હિતોને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવનારને પણ સત્તાથી દૂર રાખવા પડશે. બસપા સુપ્રીમોએ હરદોઇ અને લખીમપુર ખીરીમાં આયોજિત ચૂંટણીલક્ષી જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભાજપે તે નરેન્દ્ર મોદીને પોતાના વડાપ્રધાન પદના દાવેદાર જાહેર કર્યા છે જેમના મુખ્યમંત્રીકાળમાં ગુજરાત સૌથી ભયંકર રમખાણોની આગમાં ધકેલાઇ ગયું હતું.

modi-mayawati

તેમણે કહ્યું હતું કે 'જો એવા વ્યક્તિ કેન્દ્રની સત્તામાં આવી ગઇ તો આખો દેશ રમખાણોની આગમાં ધકેલી દેવામાં આવશે.' માયાવતીએ કોંગ્રેસ પણ તીખી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ પાર્ટીએ પોતાના 'યુવરાજ' રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા છે. જે પાર્ટીએ પોતાના શાસનકાળમાં 50 વર્ષોમાં વિકાસ માટે નક્કર પગલાં ભર્યા નથી. એવી સરકારને રોકવી પડશે.

તેમણે કહ્યું હતું કે જે લોકો ધનિકોના હાથમાં રમીને ચૂંટણી જીતશે અને સંસદ સુધી પહોંચીને ધનકુબેરોના પક્ષમાં નીતિઓ બનાવે છે તે સામાન્ય માણસનું ભલું ન કરી શકે.

English summary
In a scathing attack on Narendra Modi, BSP chief Mayawati on Sunday said if he became the Prime Minister, the country would become vulnerable to communal riots.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X