કુંવારા નથી માયાવતી, વર્જિનિટી ટેસ્ટ કરાવોઃ કુશવાહા

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 મેઃ આ વખતે લોકસભા ચૂંટણીમાં નેતાઓએ લોકતંત્રની તમામ મર્યાદાઓ વિટાવી દિધી છે. રાજકારણમાં કોઇ કોઇની પત્નીને તો કોઇ કોઇની દિકરીને તો કોઇ કોઇની બહેન પર કાદવ ઉછાળી રહ્યાં છે. તાજેતરમાં બસપા સુપ્રીમો માયાવતી અને સપા મુખિયા મુલાયમ સિંહ યાદવ વચ્ચે જંગ જામ્યો છે, જે તેનું તાજું ઉદાહરણ છે. હદ તો ત્યારે થઇ જ્યારે મુલાયમ સિંહના સહયોગી લીલાવતી કુશવાહાએ માયાવતીને વર્જિનિટી ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.

bsp-supremo-mayawati
તમને જણાવી દઇએ કે લીલાવતી કુશવાહા યુપી મહિલા કલ્યાણ નિગમના અધ્યક્ષ છે. લીલાવતીએ કહ્યું કે માયાવતીએ પોતોનો વર્જિનિટી ટેસ્ટ કરાવવો જોઇએ, જેથી તે સાબિત થઇ જાય છેકે તેઓ શ્રીમતી છે કે કુંવારા. નોંધનીય છેકે મુલાયમે તાજેતરમાં જ માયા પર પ્રહાર કરતા કહ્યું હતુ કે મને જાણ નથી કે હું માયાવતીને શ્રીમતી કહું કે પછી કુંવારી? મુલાયમની આ વિવાદિત ટિપ્પણી બાદ બસપા પ્રમુખ માયાવતીએ તેને વિવાદિત ગણાવતા મહિલા વિરોધી કહ્યું હતું.

સાથે જ તેમણે કહ્યું કે એ બધાને ખબર છેકે તેમણે પોતાની પહેલી પત્નીને કેટલું સન્માન આપ્યું હતું. લીલાવતીએ મુલાયમ સિંહના નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે તેમણે એમપણ કહ્યું કે, એકદમ યોગ્ય કહ્યું છે. સાથે જ કુશવાહાએ કહ્યું કે આખા વિશ્વને ખબર છેકે માયાવતી કુંવારા નથી. જો તેમને નેતાજીનું આ નિવેદન ખરાબ લાગ્યું હોય તો તેઓ પોતાનો વર્જિનિટી ટેસ્ટ કરાવે અને વિશ્વને જણાવે કે શું સાચું છે.

English summary
SP leader Leelavati Kushwaha asks mayawati to go for virginity test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X