For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે આમને ઓળખો છો? નહીં તો વાંચીને જ શેયર કરશો તમે!

|
Google Oneindia Gujarati News

આ છે, કર્ણાટકના બેલગામમાં કડોલી ગામમાં રહેવાસી લક્ષ્મણ રુકમણે. લક્ષમણ પર 25 હજારનું દેવું છે. તે એક સામાન્ય ખેડૂત છે. દુકાળના કારણે તેમની પાક પણ ખરાબ થઇ ગયો છે. અને તે છતાં પણ આ માણસે ચેન્નઇના પૂરગ્રસ્તોને 5000 રૂપિયાનું દાન આપ્યું છે.

73 વર્ષીય લક્ષ્મણ વિષે જો તમે આગળ વાંચશો તો તમને થશે કે કળયુગના કર્ણ છે. જી હાં દાનવીર કર્ણ. લક્ષ્મણ એક ગરીબ ખેડૂત છે જેમની પત્ની પાંચ વર્ષ પહેલા મૃત્યુ પામી છે. ત્યારથી તે શાંત જીવન જીવી રહી રહ્યા છે. તેમનો કોઇ બાળકો નથી. સાચું કહો તો તેમણે સમાજને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. ગામમાં દાન દેનાર લોકોના લિસ્ટમાં લક્ષ્મણનું નામ સૌથી ઉપર છે. તેમને ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસે હીરો ઓફ ઇન્ડિયાનો ખિતાબ આપ્યો છે.

inspirational

સાચે જ એક સારી પોસ્ટ પર કામ કરતા વ્યક્તિ માટે પણ આટલા પૈસાનું દાન કરવું સરળ નથી જેટલું દાન એક ગરીબ ખેડૂત તરીકે લક્ષ્મણે કર્યું છે.

આ છે લક્ષ્મણનું ડોનેશન લિસ્ટ

1. તે દર વર્ષે પોતાના ગામમાં દસમીમાં ટોપ કરેલા બાળકોને 1500 રૂપિયા આપે છે.
2. ચેન્નઇના પૂરગસ્ત લોકોને તેમણે 5000 રૂપિયા દાન કર્યા છે.
3. પોતાના ગામની સ્કૂલની બ્લિડિંગના નિર્માણમાં તેમણે 78,000 રૂપિયા દાનમાં આપ્યા છે.
4. નેપાળના ભૂકંપ પીડિતોને પણ તેમણે 5000 રૂપિયા દાનમાં આપ્યા.
ત્યારે જો તમને લક્ષ્મણનું કામ ખૂબ જ સરાહનીય લાગ્યું હોય તો આ આર્ટીકલ શેયર કરીને તેમની આ દાનવીરતાને સલામ કરવાનું ના ભૂલતા.

English summary
Laxman Rukmanne Katambale is a farmer from Kadoli village, Belgaum. He is real Hero of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X