For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ તલાક બિલઃ પીડીપી સાંસદોએ કર્યુ વૉકઆઉટ, ટ્વીટર પર ભડક્યા મુફ્તી, ઉમર અબ્દુલ્લા

પીડીપી નેતાએ ત્રણ તલાક બિલ પાસ થયા બાદ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી.

|
Google Oneindia Gujarati News

મંગળવારે મોદી સરકારને મોટી સફળતા મળી જ્યારે ત્રણ તલાકને ગુનો ગણાવનાર બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયુ. આ બિલ લોકસભામાં પહેલા જ પાસ થઈ ગયુ હતુ. રાજ્યસભામાં આખો દિવસ ચાલેલી ચર્ચા બાદ થયેલા મતદાનમાં બિલના પક્ષમાં 99 અને વિપક્ષમાં 84 મત પડ્યા. જો કે આમાં એ પક્ષોની પણ મોટી ભૂમિકા રહી જેમના સભ્યો મતદાન દરમિયાન ગેરહાજર રહ્યા. આશ્ચર્યજનક રીતે ત્રણ તલાક બિલનો ખુલીને વિરોધ કરનાર મહેબુબા મુફ્તીની પાર્ટીના બે સાંસદો પણ સંસદમાં હાજર નહોતા.

પીડીપીના બે સાંસદો રહ્યા ગેરહાજર

પીડીપીના બે સાંસદો રહ્યા ગેરહાજર

પાર્ટીના નેતાઓના વારંવાર આશ્વાસન આપવા છતાં કે તે ભાજપ સાથે નહિ જાય, પીડીપીના બે સાંસદ ગેરહાજર રહ્યા. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબુબા મુફ્તીએ ટ્રિપલ તલાક બિલનો જોરદાર વિરોધ કરતી રહી છે અને આ બિલ વિશે તેમણે કહ્યુ હતુ કે ભાજપ આ કાયદા દ્વારા અમારા ઘરોમાં પ્રવેશ કરી રહી છે.

મુફ્તીએ ટ્વીટ કરી કહ્યુ - બિલ પાસ કરાવવાની જરૂર નથી સમજાતી

મુફ્તીએ ટ્વીટ કરી કહ્યુ - બિલ પાસ કરાવવાની જરૂર નથી સમજાતી

પીડીપી નેતાએ ત્રણ તલાક બિલ પાસ થયા બાદ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી, ‘ત્રણ તલાક બિલ પાસ કરવાની જરૂરિયાત શું છે તે સમજી નથી શકતી કારણકે સુપ્રીમ કોર્ટે પહેલેથી જ આને ગેરકાયદેસર ગણાવી દીધુ હતુ. મુસ્લિમ સમાજને દંડિત કરવા માટે આ અનાવશ્યક હસ્તક્ષેપ છે.' જો કે આ દરમિયાન તેમણે પાર્ટીના સાંસદોને મતદાનથી દૂર રહેવા વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ આના પર નેશનલ કૉન્ફરન્સના નેતા અને પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ મુફ્તી પર નિશાન સાધ્યુ.

આ પણ વાંચોઃ દેશભરના 3 લાખ ડૉક્ટરો આજે હડતાળ પર, માત્ર ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધઆ પણ વાંચોઃ દેશભરના 3 લાખ ડૉક્ટરો આજે હડતાળ પર, માત્ર ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ

ઉમર અબ્દુલ્લાએ મુફ્તી પર નિશાન સાધ્યુ

ઉમર અબ્દુલ્લાએ મુફ્તી પર નિશાન સાધ્યુ

તેમણે કહ્યુ, ‘તમારે ટ્વીટ કરતા પહેલા એ જોવુ જોઈતુ હતુ કે તમારી પાર્ટીના સભ્યોએ કેવી રીતે વોટ કર્યુ હતુ? મને લાગે છે કે તેમણે સંસદમાં અનુપસ્થિત રહીને સરકારની મદદ કરી કારણકે બિલ પાસ કરાવવા માટે તેમને સંસદમાં સંખ્યા જોઈતી હતી. તમે સરકારની મદદ નથી કરી શકતા અને પછી બિલ પાસ થવી જરૂરિયાતને પણ નથી સમજી શકતા.' તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં મતદાન દરમિયાન સંસદમાં વૉકઆઉટ કરનારી પાર્ટીઓમાં પીડીપી, ટીઆરએસ, જદયુ, બસપા, અન્નાદ્રમુકના સાંસદ હતા.

English summary
mehbooba mufti tweets over triple talaq bill, omar abdullah slammed pdp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X