For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં અસલી બતાવી લેબમાં બનેલા નકલી હીરા વેચી રહ્યો છે મેહુલ ચોક્સી, રિપોર્ટમાં ખુલાસો

પંજાબ નેશનલ બેંકમાંથી કરોડો રૂપિયાનો ગોટાળો કરીને પરદેશ ભાગી ગયેલ હીરા વેપારી મેહુલ ચોક્સી પર હવે અમેરિકામાં પણ ગોટાળાનો આરોપ લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

પંજાબ નેશનલ બેંકમાંથી કરોડો રૂપિયાનો ગોટાળો કરીને પરદેશ ભાગી ગયેલ હીરા વેપારી મેહુલ ચોક્સી પર હવે અમેરિકામાં પણ ગોટાળાનો આરોપ લાગ્યો છે. વાસ્તવમાં અમેરિકાની દેવાળિયા કોર્ટે અમેરિકામાં ચોક્સીની કંપની સેમ્યુઅર જ્વેલર્સ સામે તપાસના આદેશ આપ્યા છે. કંપની પર અસલી હીરાની જગ્યાએ લેબમાં બનેલા હીરા ગ્રાહકોને આપવાનો આરોપ છે. સમાચાર છે કે તે ચોક્સીની કંપની ગુપ્ત રીતે હીરા બનાવે છે અને ગ્રાહકોને વેચે છે.

અહીં બને છે ચોક્સીની કંપનીના નકલી હીરા

અહીં બને છે ચોક્સીની કંપનીના નકલી હીરા

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર માલુમ પડ્યુ છે કે અમેરિકાની કોર્ટે તપાસમાં જોયુ કે ચોક્સીની કંપની બ્રિટિશ વર્જિન આઈલેન્ડમાં સ્થિત એક લેબમાં ગુપ્ત રીતે હીરા બનાવતી હતી. વળી, ફોરેન્સિક રિપોર્ટમાં માલુમ થયુ છે કે ગીતાંજલિ જેમ્સ લિમિટેડનો માલિકી ધરાવતા સેમ્યુઅલ જ્વેલર્સને પંજાબ નેશનલ બેંક (પીએનબી)એ ગીતાંજલિ દ્વારા જાહેર કરાયેલ વચનપત્રના આધારે પૂરા બે કરોડ ડૉલર એટલે કે 139 કરોડ રૂપિયાની લોન પણ આપી હતી.

ચોક્સી પર પહેલા લાગ્યો હતો આ આરોપ

ચોક્સી પર પહેલા લાગ્યો હતો આ આરોપ

મેહુલ ચોક્સી પર આ પહેલા તેમના જ એક પૂર્વ વરિષ્ઠ કર્મચારીએ આરોપ લગાવ્યો હતો કે તેમની કંપની અસલીના નામે નકલી હીરા વેચે છે. મેહુલની કંપનીના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર સંતોષ શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે, ‘ચોક્સી નકલી હીરોની બ્રાંડ વેલ્યુ, કટ્સ અને નકલી સર્ટિફિકેશન આપીને વધુ ભાવે વેચતો હતો. એ ગ્રેડ ગણાવીને વેચવામાં આવેલ હીરો અસલીમાં સી-ગ્રેડના હતા.'

માર્કેટ કિંમતથી 5થી 10 ટકાની હોય છે આ હીરાની કિંમત

માર્કેટ કિંમતથી 5થી 10 ટકાની હોય છે આ હીરાની કિંમત

સંતોષ શ્રીવાસ્તવે ગયા વર્ષે જ મેહુલની કંપનીના કામકાજ અંગે ખુલાસો કરતા કહ્યુ હતુ કે વાસ્તવમાં દરેક જગ્યાએ ‘ખૂબ કિંમતી અને દૂર્લભ ગણાવીને વેચવામાં આવતો હીરો અસલીમાં લેબમાં બનાવવામાં આવતો હતો, જેની કિંમત બતાવવામાં આવતી કિંમતના માત્ર 5-10 ટકા જ હોતી હતી.'

આ પણ વાંચોઃ દિલ્લીની 7 લોકસભા સીટો પર આપે કરાવ્યો સર્વે, જાણો ચોંકાવનારા પરિણામઆ પણ વાંચોઃ દિલ્લીની 7 લોકસભા સીટો પર આપે કરાવ્યો સર્વે, જાણો ચોંકાવનારા પરિણામ

English summary
mehul choksi is selling fake diamonds in america, us probe alleges
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X