For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓલ ઈન્ડિયા રેડિયોમાં #MeTooની ફરિયાદો, મેનકા ગાંધીએ તપાસ માટે કહ્યુ

મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયને સમગ્ર ભારતમાં ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન પર મળેલી યૌન શોષણની ફરિયાદોની શ્રૃંખલાની તપાસ કરવા માટે કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયને સમગ્ર ભારતમાં ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન પર મળેલી યૌન શોષણની ફરિયાદોની શ્રૃંખલાની તપાસ કરવા માટે કહ્યુ છે. હાલમાં જ શરૂ થયેલા #MeToo અભિયાન હેઠળ ઓલ ઈન્ડિયા રેડિયોમાં યૌન શોષણની ઘણી ફરિયાદોની તપાસ માટે સવાલો ઉઠી રહ્યા છે. યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ પીડિત મહિલાઓને કામ આપવામાં આવ્યુ નથી. એઆઈસીએસીયુની મેનકા ગાંધીને ચિઠ્ઠી બાદ કેન્દ્રીય મંત્રીએ તપાસ માટે કહ્યુ છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં ડબલ મર્ડર, મહિલા ફેશન ડિઝાઈનર સહીત નોકરની હત્યાઆ પણ વાંચોઃ દિલ્હીમાં ડબલ મર્ડર, મહિલા ફેશન ડિઝાઈનર સહીત નોકરની હત્યા

maneka gandhi

ઓલ ઈન્ડિયા રેડિયો કેઝ્યુઅલ અનાઉન્સર એન્ડ કોમ્પેર્સ યુનિયન (AICACU) ના મેનકા ગાંધીને ચિઠ્ઠી લખ્યા બાદ કેન્દ્રીય મંત્રીએ સૂચના તેમજ પ્રસારણ મંત્રીલયને ઓલ ઈન્ડિયા રેડિયોમાં આવેલી યૌન શોષણની ફરિયાદોન યોગ્ય રીતે તપાસ કરવા માટે કહ્યુ છે. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર એઆઈસીએસીયુએ પોતાના પત્રમાં ગાંધીને લખ્યુ કે રેડિયોમાં કેઝ્યુઅલ અનાઉન્સર/ કૉમ્પેયર્સ/રેડિયો જૉકી અધિકારીઓ સામે અવાજ નથી ઉઠાવી શકતી કારણકે તેમને નોકરી ગુમાવવાનો ડર છે.

જે મહિલા કેઝ્યુઅલ કર્મચારીઓએ યૌન શોષણ સામે અવાજ ઉઠાવ્યો હતો તેમને કામમાંથી કાઢઈ મૂકવામાં આવ્યા છે. તેમના હકમાં સાક્ષી બનનાર કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એઆઈસીએસીયુએ જણાવ્યુ કે જ્યારથ મહિલા કર્મચારીઓએ ફરિયાદ કરી છે ત્યારથી તેમને કોઈ અસાઈનમેન્ટ આપવામાં આવ્યુ નથી. પીડિત મહિલાઓ કેઝ્યુઅલ કર્મચારી (અસ્થાયી) છે જ્યારે બધા આરોપીઓ સ્થાયી કર્મચારી છે.

English summary
#MeToo: Maneka Gandhi Told I&B Ministry To Probe Sexual Harassment Complaints In All India Radio.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X